દાહોદના અનાજ માર્કેટની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • દાહોદના અનાજ માર્કેટની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
 | 3:52 am IST

 

ખેડૂત વિભાગમાં ૩૯૦ મતદારો ૮ સદસ્યોને ચૂંટશે

દાહોદ

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીને આડે હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે ધીમે ધીમે સહકારી ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે. જીલ્લા રજીસ્ટ્રાર દ્રારા આખરી મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે તે પ્રમાણે ખેડૂત વિભાગમાં ૩૯૦ મતદારો અને વેપારી વિભાગમાં ૬૫૭ મતદારો મતદાન કરશે.

દાહોદ ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિ ગુજરાતમાં બીજા નંબરની અનાજ માર્કેટ છે. તેમંયે અનાજ અને કઠોળની લે વેચમાં તો રાજ્યમાં અવ્વલ નંબરે હોઇ આ અનાજ માર્કેટમાં રોજે રોજ લાખો કરોડોનો વેપાર થાય છે. તેને કારણે દાહોદ અનાજ માર્કેટની વહીવટી સમિતિના હોદ્દાઓ પણ સ્વાભાવિક રીતે જ મલાઇદાર હોવાથી દાહોદ એપીએમસીની ચુંટણીમાં પણ ગળાકાપ સ્પર્ધા થાય છે. ત્યારે દાહોદ અનાજ માર્કેટની વહીવટી સમિતિની ચુંટણી તારીખ ૩ એપ્રિલના રોજ યોજાવાની છે ત્યારે અત્યારથી જ સોગઠાંબાજી શરુ થઇ ગઇ છે.

આમ તો સહકારી વિભાગની ચુંટણી કહેવાય છે પરંતુ મુખ્ય જંગ તો ભાજપા અને કોંગ્રેસ પ્રેરિત પેનલો વચ્ચે જ લડાય છે. ખેડૂત વિભાગમાં ૮ ડીરેક્ટર અને વેપારી વિભાગના ૪ તેમજ ખરીદ વેચાણ સંઘ વિભાગના એક ડીરેક્ટરની ચુંટણી માટે મતદાન યોજાશે. ત્યારે તેના માટે આખરી મતદાર યાદી પ્રસ્ધિ કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂત વિભાગમાં ૩૯૦ મતદારો ૮ ડીરેક્ટરને ચુંટશે અને વેપારી વિભાગમા ૬૫૭ મતદારો ૪ ડીરેક્ટર માટે મતદાન કરશે તે નિિૃત થઇ ચુક્યુ છે.

સંઘ વિભાગના પ્રતિનિધિ માટે ૯ મતદારો મતદાન કરશે. આમ હવે મતદાર યાદી જાહેર થઇ જતાં મુરતિયાઓ અત્યારથી જ ગામડે ગામડે જઇ મતદારોને રીઝવવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે.

 

 

શિયાળ તાણે સીમ ભણી, કૂતરું તાણે ગામ ભણી જેવો ઘાટ

હાલમાં ભાજપા અને કોંગ્રેસ પ્રેરિત પેનલોમાં કોણ કોણ લડશે તેની ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે કેટલાક વર્તમાન ડીરેક્ટર પોતાની અંદરની ગોઠવણ પણ કરી રહ્યા છે ત્યારે હાલમાં કોણ કોની સાથે અને કોણ કોની સાથે છે તે જણાતુ નથી. ઉભય પક્ષોમાં શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાંણે ગામ ભણી જેવો ઘાટ સર્જાયો છે.

 

;