દાહોદના આદિવાસી સમાજે મંત્રી નિમિષાબેન, એમ.પી.નું પૂતળુ બાળ્યુ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદના આદિવાસી સમાજે મંત્રી નિમિષાબેન, એમ.પી.નું પૂતળુ બાળ્યુ

દાહોદના આદિવાસી સમાજે મંત્રી નિમિષાબેન, એમ.પી.નું પૂતળુ બાળ્યુ

 | 3:26 am IST

આદિવાસી પ્રમાણપત્ર ખોટા હોવાના વિરોધમાં આક્ષેપો કરાયાં

નક્કર કાર્યવાહી નહીં કરાતા આંદોલન વધુ ઊગ્ર બનાવવાની ચેતવણી આપી

 

દાહોદ

દાહોદ શહેર સહિત જિલ્લામાં ખોટા આદિવાસી પ્રમાણપત્ર હોવાના વિરોધમાં આદિજાતિ મંત્રી બનેલ નિમિષાબેન સુથાર સામે વિરોધ વંટોળ ભારે જોવા મળે છે. આજરોજ દાહોદના આદિવાસી સમાજે દાહોદના હાઈવે રસ્તા પર પહોંચી નિમિષાબેન સુથાર સાથે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના ભાજપના અગ્રણીના પુતળાનું દહન કરી ભારે વિરોધ દર્શાવી અનેક આક્ષેપો કર્યા હતાં.

ખોટા આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે આદિવાસી સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી પ્રમાણપત્રના આધારે ધારાસભ્ય તેમજ આદિજાતિ મંત્રી બનેલા નિમિષાબેન સુથારને સાથ સહકાર અને ટેકો આપવાના ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ  નિવેદન અનુસાર દાહોદના આદિવાસી પરિવારના આગેવાન કેતન બામણીયા, શિરીષ બામણીયા તેમજ આદિવાસી પરિવારના કાર્યકર્તાઓએ આજરોજ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત રેલવે ક્રોસિંગ પર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર તેમજ ભાજપના આગેવાનના પૂતળા બાળ્યા હતા.

આદિવાસી આગેવાનોએ  પ્રથમ તો દાહોદના સાંસદના પૂતળાના ગળામાં બુટ ચંપલના હાર પહેરાવી હાય હાયના સૂત્રોચ્ચાર કરી તેઓના પૂતળા દહન કર્યાં હતાં અને નિમિષાબેન સુથારને મંત્રી પદેથી હટાવવા દાહોદ સહિત મધ્ય ગુજરાતમાં આવેદન આપ્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરાતાં આદિવાસી પરિવાર દ્વારા મુદ્દે આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;