દાહોદના કસ્બા ખાતે જુગારધામ પર દરોડો, ૧૨ જુગારિયા ઝબ્બે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદના કસ્બા ખાતે જુગારધામ પર દરોડો, ૧૨ જુગારિયા ઝબ્બે

દાહોદના કસ્બા ખાતે જુગારધામ પર દરોડો, ૧૨ જુગારિયા ઝબ્બે

 | 2:30 am IST

ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલનો ઓચિંતો છાપો

ા દાહોદ ા

દાહોદ શહેરમા મોટા જુગાર ધામ પર ગતરોજ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ઉપર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ૧૨ જેટલા જુગારીઓને સ્ટેટ મોનીટરીંગની ટીમે ઝડપી પાડતાં દાહોદ શહેર પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસ ધોળે દિવસે ઉંઘતી ઝડપાઈ હોવાનું પ્રતિત થયું હતું.

દાહોદ શહેરમાં ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે અલગ અલગ ખાનગી વાહનોમાં આવ્યાં હતાં. આ સ્થળે ચાલતાં મોટા જુગારધામ પર પહોંચ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ટીમના કેટલાંક કર્મચારીઓ ખેલી તરીકે પણ જુગાર રમવામાં સામેલ થયાં હતાં અને ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. પોલીસે ૧૨ જેટલા જુગારીઓને ઝડપી પાડયાં હતાં ત્યારે ઘણા જુગારીઓ નાસી જવામાં સફ્ળ રહ્યાંનું પણ જાણવા મળી રહ્યું છે. જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧,૫૩,૨૪૦ની રોકડ રકમ કબજે કરી હતી. તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૧૧,૧૯,૬૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોં હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનીક પોલીસ તંત્ર દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસની રહેમ નજર હેઠળ આ મસમોટા જુગાર ધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતાં દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસને અધિકારીઓમાં પણ એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;