દાહોદના ડમ્પિંગ યાર્ડમાં મૃત ગાય ફેંકી દેવાતાં આક્રોશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદના ડમ્પિંગ યાર્ડમાં મૃત ગાય ફેંકી દેવાતાં આક્રોશ

દાહોદના ડમ્પિંગ યાર્ડમાં મૃત ગાય ફેંકી દેવાતાં આક્રોશ

 | 2:59 am IST

આખા દાહોદનો કચરો ડમ્પિંગ યાર્ડમાં નખાય છે

ા દાહોદ ા

દાહોદ શહેરમાં આવેલ ડમ્પીંગ યાર્ડ (કચરો ઢગ) ખાતે મૃત હાલતમાં એક ગાયને ફ્ેંકી દેવામાં આવતાં સ્થાનીક પ્રજા તેમજ ખાસ કરીને ગૌ રક્ષકોમાં ભારે રોષની લાઘણી વ્યાપી જવા પામી છે. ગૌવંશને વિધિવત દફ્ન કરવાને બદલે આ ડમ્પીગ યાર્ડના કચરાના ઢગલામાં ફ્ેંકી દેવાયો હતો.

દાહોદ સ્માર્ટ સીટીમાં આવેલ ઈન્દૌર હાઈવે રોડ સ્થિત ડમ્પીંગ યાર્ડ (કચરા પેટી) હર હંમેશ કોઈને કોઈ ચર્ચાઓમાં રહેતું જ આવ્યું છે. આ ડમ્પીંગ યાર્ડમાં અનેકવાર મૃત પામેલ ગૌવંશને આજ કચરામાં ફ્ેંકી દેવામાં આવતી હોય છે. ગૌ વંશને વિધિવત રીતે દફ્ન કરવાને બદલે ડમ્પીંગ યાર્ડમાં કચરાની બચ્ચે ફ્ેંકી દેવાતા સ્થાનીકો સહિત ગૌ રક્ષકોમાં ભારે રોષ ફ્ેલાયો છે.

દાહોદ શહેરવાસીઓ માટે ખાસ માથાનો દુઃખાવો બનેલ એવા ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ ડમ્પીંગ યાર્ડમાં કચરાનો ઢગ હર હંમેશ જોવા મળી રહ્યો છે.   આ ડમ્પીંગ યાર્ડને પગલે અહીંના સ્થાનીકો પણ ભારે હેરાન પરેશાન થઈ ગયાં છે. અસહ્ય ગંકદીને પગલે અહીંના સ્થાનીકો તેમજ દાહોદ શહેરવાસીઓમાં રોચાળો ફ્ેલાય તેવી ભીતી પણ સર્જાઈ રહી છે. ડમ્પીંગ યાર્ડને અન્ય શહેરમાંથી અન્ય જગ્યાએ દુર કોઈ બીજા સ્થળે ખેસડવા માગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;