દાહોદના ફાયરિંગના ઇજાગ્રસ્તનો જીવ બચાવવા પ્રયાસ - Sandesh
  • Home
  • Baroda
  • દાહોદના ફાયરિંગના ઇજાગ્રસ્તનો જીવ બચાવવા પ્રયાસ

દાહોદના ફાયરિંગના ઇજાગ્રસ્તનો જીવ બચાવવા પ્રયાસ

 | 2:30 am IST

ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવા પોલીસે પહેલી વખત ગ્રીન કોરીડોર બનાવ્યો

ા વડોદરા ા

સામાન્ય રીતે  VIP માટે ગ્રીન કોરીડોર બનાવાય છે, પરંતુ દાહોદના દેલસરમાં આજે સવારે ૧૦ વાગ્યે ફાયરીંગમાં ઘવાયેલા મીલ માલિકનો જીવ બચાવવા વડોદરા પોલીસે પહેલીવાર ગ્રીન કોરીડોર બનાવી તેમને ગોલ્ડન ચોકડીથી જેતલપુર રોડની હોસ્પિટલ સુધી પહોંચાડયા હતા. ગોલ્ડન ચોકડીથી જેતલપુર રોડ સુધીનુ અંતર ટ્રાફિકમાં લગભગ ૩૦થી ૪૦ મિનિટે પુરું થાય છે, તે પોલીસની સતર્કતાને લઈ માત્ર ૧૨ મિનિટમાં જ પુરું થયું હતું.

દાહોદ પાસે દેલસરમાં રહેતાં ૬૨ ર્વિષય પ્રસન્નચંદ ઈન્દ્રસૈન જૈન અરિહંત દાળ મીલ ચલાવે છે. ચાર વર્ષ પહેલા તેમને આરોપી ભુપેન્દ્ર વીરચંદ દલાલ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આજે સવારે ૧૦ વાગ્યે ભૂપેન્દ્ર મીલ પર પહોંચી ગયો હતો. તેણે પ્રસન્નચંદ કંઈ સમજે તે પહેલા રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરીંગ કર્યું હતું.

જેમાં ચાર ગોળી પગ અને પેટમાં વાગતાં પ્રસન્નચંદ ઢળી પડયા હતા. તેમની હાલત ગંભીર હોઈ વડોદરાના જેતલપુર રોડ પર આવેલી ગુજરાત કિડની હોસ્પિટલમાં ખસેડવાનું તેમના સબંધીઓએ નક્કી કર્યું હતું. જેથી દાહોદ ડીએસપી હિતેશ જોયશરે પ્રસન્નચંદને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડી શકાય, તે માટે વડોદરા પોલીસ કમિશનર પાસે મદદ માંગી હતી. જેને લઈ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલૌતે તાત્કાલીક ગ્રીન કોરીડોર રચના કરી હતી.

ગેહલૌતે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તને ગોલ્ડન ચોકડીથી જેતલપુર રોડની હોસ્પિટલ સુધી પહોંચાડવા અમે રૃટ નક્કી કર્યાે હતો. આ રૃટ પર ટ્રાફિકની સમસ્યા ન આવે તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ઈજાગ્રસ્તને લઈને જતી એમ્બુલન્સને પીસીઆર વાન દ્વારા પાયલોટીંગ કરી ગંતવ્યસ્થાને પહોંચાડી હતી. હોસ્પિટલમાં પણ સ્ટાફ તૈયાર હતો અને તેમણે પ્રસન્નચંદનની તાત્કાલીક સારવાર પણ શરૃ કરી દીધી હતી. તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ દર્દી માટે ડોનેટ થયેલ ઓર્ગન એરપોર્ટ કે હોસ્પિટલ સુધી પહોંચાડવાનું હોય છે, ત્યારે ખાસ ગ્રીન કોરીડોર બનાવાય છે, પરંતુ અમે માણસનો જીવ બચાવવા માટે ગ્રીન કોરીડોર બનાવ્યો હતો.