દાહોદમાં આઠમના દિવસે મંદિરોમાં પૂજા અર્ચના, અને હવન યોજાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદમાં આઠમના દિવસે મંદિરોમાં પૂજા અર્ચના, અને હવન યોજાયાં

દાહોદમાં આઠમના દિવસે મંદિરોમાં પૂજા અર્ચના, અને હવન યોજાયાં

 | 3:15 am IST

 

ા દાહોદા

આદ્યશક્તિ માં અંબાના રંગે રંગાવા નવરાત્રી ઉત્સવની છેલ્લા સાત દિવસથી દાહોદમાં શેરી ગરબા રંગ જમાવી તબલાના તાલે યુવાધન હિલોળે ચડયું છે. સાતમ આઠમ ના દિવસે માતાજીના મંદિરોમાં પૂજા અર્ચના, અને હવન યોજાયા હતા. જ્યારે દશેરા એ દાહોદમાં ચાલુ વર્ષે માત્ર પરેલ સી સાઇડ ઉપર રાવણ દહન કાર્યક્રમ યોજાશે.

દાહોદ જિલ્લામાં સમયની પાબંધી અને સરકારી ગાઈડ લાઈન સાથે અનેરા ભાવ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિની ઉજવણી કરાઈ રહી છે. જિલ્લામાં લગભગ તમામ નાના-મોટા ગામોમાં વિવિધ સ્વરૂપે મા અંબાની આરાધના કરવામાં આવી રહી છે. ધાર્મિક પરંપરા અને માન્યતા ઓ અનુસાર ઠેરઠેર, વ્યક્તિગત અને સામૂહિક માતાજીની સ્થાપના કરવામાં આવી છે. નવરાત્રિની સાત રાત્રિએ ખેલૈયા મનભરી ગરબે ઘુમી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને પરવાનગી આપવામાં આવતાં આ વર્ષે મોટા ગરબાનું આયોજન ન થતાં શેરીઓમાં આયોજકો દ્વારા નાના પાયે ગરબાનું આયોજન કરવામાં આવતાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને આનંદ ફેલાયો હતો. અને સતત આઠ દીવસથી અવિરત ગરબા ઘુમી રહ્યા છે.

ગરબા મેદાનોને સ્થાને દાહોદમાં શેરી ગરબા રંગ જમાવ્યો છે. દાહોદ માં દેસાઇવાડ, હનુમાન બજાર, ગોવિંદ નગર, પંકજ સોસાયટી, ગોધરા રોડ, ગોદી રોડ સહિત અનેક સ્થાનોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીની આઠમે માતાજીના મંદિરોમાં પૂજા અર્ચના રવાના થયા હતા. તો માઇભક્તોએ નવ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા.

નવરાત્રિ પૂર્ણ થયા બાદ આજે દશેરાની દાહોદ જિલ્લામાં ઉજવણી કરાશે. દાહોદમાં દશેરાએ ઠેર-ઠેર રાવણદહનનો કાર્યક્રમ યોજાય છે, પરંતુ સરકારની ગાઈટ લાઈનના કારણે ચાલુ વર્ષે માત્ર પરેલમાં સિસાઇડ ઉપર રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં નિયમોના પાલન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તો આજે દશેરાએ દાહોદ વાસીઓ ફફ્ડા અને  જલેબીની પણ મિજબાની માનશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;