દાહોદમાં ઓપરેશન વોન્ટેડ સફળ ૨૬૯ આરોપી જેલ ભેગા કરાયા - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • દાહોદમાં ઓપરેશન વોન્ટેડ સફળ ૨૬૯ આરોપી જેલ ભેગા કરાયા
 | 3:53 am IST

 

ત્રણ માસમાં પોલીસની વિવિધ શાખાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડયા

દાહોદ : દાહોદ જીલ્લામાં ગુનાખોરીનુ પ્રમાણ વધારે છે ત્યારે ગુના આચરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે. તેવા સમયે હાલમાં પોલીસે ત્રણ માસમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા ૨૬૯ આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

દાહોદ જીલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો જીલ્લો છે. જીલ્લામાં ગુનાખોરીનુ પ્રમાણે પણ વધારે છે અને અહીંના ગુનેગારો રાજ્યમાં તેમજ પાડોશી રાજ્યોમાં પણ ગુના આચરે છે.જીલ્લો સરહદ પર હોવાથી ગુનાને અંજામ આપી બાજુના રાજ્યોમાં પણ આરોપીઓ ભાગી જતા હોય છે. તદઉપરાંત દાહોદ જીલ્લાની ભૌગોલિક રચના પણ અંતરિયાળ અને ડુંગરાળ હોવાથી આરોપીઓને ભાગી જવામાં સરળતા રહે છે. ત્યારે જીલ્લામાં હત્યા, હત્યાના પ્રયાસ, ચોરી, લૂંટ, ધાડ અને દુષ્કર્મ જેવા જુદા જુદા પ્રકારના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં છેલ્લા ત્રણ માસમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ન્ઝ્રમ્,ર્જીંય્,પેરોલ ફર્લા તેમજ સ્થાનીક પોલીસ મથકની પોલીસ અને એસ.આર.પી કંપનીઓ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં બાતમીદારો અને સ્થાનીક પોલીસની જાણકારીને આધારે વિવિધ ઠેકાણે કોમ્બીંગ પણ હાથ ધરવામાં આવ્યુ હતુ. તેના પરિણામે પોલીસે આ ત્રણ માસ દરમિયાન જુદા જુદા ગુનામાં સંડોવાયેલા અને પોલીસની પકડથી નાસતા ફરતા વોન્ટેડ એવા ૨૬૯ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આમ પોલીસને હવે ઘણાં ગુનાના ભેદ ઉકેલવામાં સરળતા થશે તેમ લાગી રહ્યુ છે.

 

 

૧૨ ને બહાર મોકલ્યા

દાહોદ જીલ્લામાં ગુના આચરી પોલીસને હાથતાળી આપી ફરતા વિવિધ ગુનાના ૨૫૭ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. તેની સાથે દાહોદ જીલ્લા બહાર પણ ગુના આચરી ફરાર એવા એક ડઝન આરોપીઓને દાહોદ જીલ્લા પોલીસે ઝડપી પાડવામાં સફળથા મળી છે. આ તમામને તેમણે કરેલા ગુનાના વિસ્તારની પોલીસના હવાલે કરાયા છે.

 

 

પોલીસને હોળી, લગ્નસરાનો લાભ મળી શકે છે

દાહોદ જીલ્લામાં વસતા આદિજાતિઓનો મુખ્ય તહેવાર હોળી છે.જેથી તેઓ હોળી મનાવવા માદરે વતન અચુક આવે છે. હવે લગ્નસરા પણ શરુ થઇ ચુક્યા છે ત્યારે પોતાના પરિવાર કે સગા સંબંધીઓના લગ્નોમાં પણ આરોપીઓ આવતા હોવાથી પોલીસને આ દિવસોનો લાભ પણ મળી શકે છે.

;