દાહોદમાં ટ્રેક્ટરની નીચે બાઇક સવાર દંપતી આવી જતાં ચકચાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદમાં ટ્રેક્ટરની નીચે બાઇક સવાર દંપતી આવી જતાં ચકચાર

દાહોદમાં ટ્રેક્ટરની નીચે બાઇક સવાર દંપતી આવી જતાં ચકચાર

 | 2:30 am IST

રસ્તા પર ખાડામાં પાણી ભરાઈ જતાં બાળક સાથે દંપતી પટકાયું

ચાલકે હેલ્મેટ પહેરી હોવાથી તેની સાથે  તમામનો આબાદ બચાવ થયો

ા દાહોદ ા

દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા પર ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર દંપતિ આવી ગયું હતું. સદ્?નસીબે મોટરસાઈકલના ચાલકે હેલ્મેટ પહેરી રાખતાં તેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

દાહોદની સ્માર્ટ સીટીમાં વરસાદને પગલે જાહેર માર્ગો ધોવાઈ ગયાં છે. ગતરોજ સ્માર્ટ સીટીના બોર્ડની સામેના રસ્તા પર ખાડા વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યાં હતાં અને તેવામાં એક ટ્રેક્ટર સામેથી આવતું હતું અને એક મોટરસાઈકલ પર દંપતિ અને તેમની સાથે બાળક એમ ત્રણેય જણા પસાર થઈ રહ્યું ત્યારે ખાડા તરફ્થી મોટરસાઈકલનું બેલેન્સ બગડયું હતું અને મોટરસાઈકલ સાથે દંપતિ નીચે પટકાયું હતું. જેને પગલે પસાર થતા ટ્રેક્ટરના પાછલા વ્હીલમાં મોટરસાઈકલ ચાલક આવીજતાં તેના માથા પરથી પાછલું વ્હીલ પસાર થઈ ગયું હતું પરંતુ સદ્?નસીબે મોટરસાઈકલના ચાલકે માથે હેલ્મેટ પહેરી હોવાથી આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. દાહોદ શહેરના આવા માર્ગોની દુર્દશા જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયાં હતાં. દાહોદ શહેરના જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને વરસાદી માહોલ વચ્ચે ખખડધજ રસ્તાઓ અને ખાડાઓમાં પાણી ભરાઈ જતાં ત્યાંથી વાહન લઈ પસાર થતાં પણ ડર લાગી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;