દાહોદમાં ત્રિદિવસીય વૈદિક નવરાત્રી યોજાશે - Sandesh
  • Home
  • Baroda
  • દાહોદમાં ત્રિદિવસીય વૈદિક નવરાત્રી યોજાશે

દાહોદમાં ત્રિદિવસીય વૈદિક નવરાત્રી યોજાશે

 | 3:23 am IST

 

ા દાહોદ ા

દાહોદ આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આગામી તા. ૧૫ થી ૧૭ ઓકટોબર દરમ્યાન સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ત્રિદિવસીય વૈદિક નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. શહેરમાં પ્રથમ જ વખત યોજાનાર આ કાર્યક્રમ માટે આ મહોત્સવમાં બેંગ્લોરથી સ્વામી બ્રહ્મચૈતન્યજી તથા તમિલનાડુથી ખાસ પધારેલા કર્મકાંડી બ્રાહ્મણો અને અન્ય વિદ્વાન પંડિતો ઉપસ્થિત રહેનાર છે. તેઓ દ્વારા વેદ અને ઋચાઓને સાંકળીને માનવ જીવન માટે ખુબજ અણમોલ એવી વિવિધ ર્ધાિમક વિધિઓ કરવામાં આવશે. આશરે ૫૦૦૦ વર્ષ જુની વૈદિક પધ્ધતિને કેન્દ્રસ્થાને રાખીને વૈદિક ધર્મ સંસ્થાન, ગુજરાતના સૌજન્યથી દાહોદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તા. ૧૫ થી ૧૭ ઓકટોબરના દિવસે દરમ્યાન પુજા અને હોમહવન વગેરે યોજાશે. આ સાથે વૈદિક માહાત્મ્યની દ્રષ્ટિએ ઉમદા ગણાતા કન્યાપૂજન કાર્યક્રમ અંતર્ગત દાહોદની જ ૧૦૮ જેટલી બાળાઓનું કન્યાપૂજન પણ થનાર છે.

;