દાહોદમાં પરિવારને બાનમાં લુંટવાનો પ્રયાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદમાં પરિવારને બાનમાં લુંટવાનો પ્રયાસ

દાહોદમાં પરિવારને બાનમાં લુંટવાનો પ્રયાસ

 | 2:54 am IST

ચાર લુંટારૂઓ નકલી ઈન્કમટેક્ષનાં અધિકારીઓ હોવાનું કહી નકલી રિવોલ્વર સાથે ઘરમાં ઘૂસ્યા

ા દાહોદ ા

નકલી રિવોલ્વર અને નકલી ઈન્કમટેક્ષના અધિકારીઓ હોવાનું કહી ચાર લુંટારૂઓ દાહોદમાં આવેલ બુરહાની સોસાયટીમાં પરિવારના ઘરમાં ઘુસી જઈ પરિવારને બાનમાં લઈ લુંટ કરવાનો પ્રયાસ કરતાં પરિવારે બે લુંટારૂઓને ઝડપી પાડી બાંધી દઈ મેથીપાક ચખાડયો હતો.

દાહોદની બુરહાની સોસાયટી ખાતે રહેતાં શબ્રીભાઈ લેનવાલા બુરહાની સોસાયટી ખાતે પરિવાર સાથે રહેતા હતાં. વહેલી સવારે બે લુંટારૂઓ તેમના ઘરમાં પ્રવેશ્યાં હતાં અને શબ્બીરભાઈ તથા તેમના પરિવારજને પોતે ઈન્કમટેક્ષના ઓફ્સિર હોવાનું કહી, કાર્યવાહી કરવાની છે તેમ જણાવતાં શબ્બીરભાઈએ સ્વજનને ફેન કરવાનું કહેતાં બંન્ને લુંટારૂઓએ નકલી બંદુક ધરી દીધી હતી. આજ સમયે અન્ય બીજા બે લુંટારાઘુસી ગયાં હતાં અને ચારેય લુંટારૂઓએ લુંટ ચલાવવાની કોશિષ કરતાં હતાં. પણ શબ્બીરભાઈ તથા તેમના પત્નિએ પ્રતિકાર કરી બુમાબુમ કરી હતી. ઝપાઝપીમાં બે લુંટારૂઓ નાસી ગયા હતાં. ત્યારે બે લુંટારૂઓને દબોચી લઈ બાંધી દઈ મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ શહેર પોલીસને કરાતાં પોલીસ બંન્ને લુંટારૂઓને લઈ ગઈ હતી. એક લુટારૂને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયો છે. સમગ્ર ઘટનામાં નકલી ઈન્કમટેક્ષ ઓફ્સિર બની આવેલ આ બંન્ને લુંટારૂ પાસેથી નકલી ઈન્કમટેક્ષ આઈડી કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પોલીસને મળી આવ્યાં હતાં.

ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ પૈકી (૧) સચીનભાઈ રોહીતદાસ વાઘમારે (રહે. વાસીમ, તા.રીસોડ, જિ.વાસીમ, મહારાષ્ટ્ર) અને (૨) વિવેક માધવરાવ દેશમુખ (રહે. દિવાની, તા.રીસોડ, જિ.વાસીમ, મહારાષ્ટ્ર) ને બંન્નેની પોલીસે અટકાયત કરી છે. જ્યારે ફ્રાર એવા ભાગવત અલકોર (રહે. દિવાની, મહારાષ્ટ્ર) અને ઈરસાદ મુસલમાન (રહે. રીસોડ, મહારાષ્ટ્ર) ની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે ઝડપી પાડવામાં આવેલ બંન્ને ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૨૫,૦૦૦ અને બે મોબાઈલ મળી કુલ રૂા.૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોં છે.

અધિકારીનાં ઓળખકાર્ડ અન્ય વ્યક્તિઓનાં નામે હતા

દાહોદના સ્ટેશન રોડ સ્થિત બુરહાની સોસાયટીમાં નકલી ઇન્કમટેક્સ અધિકારી બની, આવેલા ૪ લૂંટારૂઓ પૈકી ઝડપાઈ ગયેલા બે લૂંટારૂઓ પાસેથી મળી આવેલા, આધારકાર્ડ અને ઈન્કમટેક્સ ઓફ્સિ અધિકારીના ઓળખકાર્ડ અન્ય વ્યક્તિઓના નામ એ હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;