દાહોદમાં પૂ. વાઘધીસ બાવાનો જન્મોત્સવની ઉજવણી કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદમાં પૂ. વાઘધીસ બાવાનો જન્મોત્સવની ઉજવણી કરાશે

દાહોદમાં પૂ. વાઘધીસ બાવાનો જન્મોત્સવની ઉજવણી કરાશે

 | 2:31 am IST

વૈષ્ણવ સૃષ્ટિમાં અનોખા પ્રકારનો આનંદ ફ્ેલાયો

ા દાહોદ ા

વૈષ્ણવાચાર્ય દ્વિતીય પીઠાધીશ્વર પૂ. કલ્યાણરાયજી મહારાજના અનુજ આત્મજ પૂ. વાઘધીસ બાવાનો જન્મોત્સવની ઉજવણી ૧૪મી ઓક્ટોબર ના રોજ, વિવિધ મનોરથ નંદ મહોત્સવ, રાસ ગરબા, માર્કંડ પૂજા, સાથે દાહોદ ખાતેની શ્રાી ગોવર્ધનનાથજી હવેલીમાં ઉજવનાર હોય વૈષ્ણવમાં ભારે ઉત્સાહ વ્યક્ત થઈ રહ્યો છે. દાહોદ ખાતે દ્વિતીય ગૃહના ત્રણેય સ્વરૂપ સહ પરિવાર પધારતા વૈષ્ણવ સૃષ્ટિ માં અનોખા પ્રકારનો આનંદ ફ્ેલાવા પામ્યો છે.

અનંત વિભૂષિત જગતગુરુ દ્વિતીય ગુરુ પીઠાધીશ્વર કલ્યાણરાયજી મહારાજ (નાથદ્વારા ઈન્દોર ) ની અનુકંપા અને આજ્ઞાથી, તેઓના આત્મા જ પૂ. વાઘધીશ બાવાનો ૧૪મી ઓક્ટોબર ના રોજ જન્મોત્સવ નિમિત્તે, શ્રાી ગોવર્ધનનાથજી હવેલીમાં કેસર સ્નાન, નંદ મહોત્સવ, માર્કંડ પૂજા, કીર્તન સમાજ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મનોરથ, અને રાત્રીના સંસ્કાર કેન્દ્ર ખાતે રાસ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તેમજ ગાયને થુંલી ખવડાવવા નો મનોરથ તથા હોસ્પિટલમાં સુખડી વિતરણ કરવામાં આવશે. શ્રાી વાઘધીશ બાવશ્રાીના જન્મ મહોત્સવની ગોવર્ધનનાથજી હવેલીમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. તો વિસ્તારમાં પણ ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;