દાહોદમાં વાઘધીસ બાવાશ્રાીનો જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદમાં વાઘધીસ બાવાશ્રાીનો જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

દાહોદમાં વાઘધીસ બાવાશ્રાીનો જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

 | 3:15 am IST

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે

 

ા દાહોદ ા

વૈષ્ણવાચાર્ય દ્વિતીય પીઠાધીશ્વર કલ્યાણરાયજી મહારાજશ્રાીના અનુજ આત્મજ વાઘધીસ બાવાશ્રાી નો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ મનોરથ નંદ મહોત્સવ, રાસ ગરબા, માર્કંડ પૂજા, સાથે દાહોદ ખાતેની ગોવર્ધનનાથજી હવેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

દાહોદ ખાતે દ્વિતીય ગૃહના ત્રણેય સ્વરૂપ સહ પરિવાર પધારતા વૈષ્ણવ સૃષ્ટિમાં અનોખા પ્રકારનો આનંદ ફ્ેલાવા પામ્યો હતો. અનંત વિભૂષિત જગતગુરુ દ્વિતીય ગુરુ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગો ૧૦૦૮ શ્રાી કલ્યાણરાયજી મહારાજ ની અનુકંપા અને આજ્ઞાથી, તેઓના આત્માજ વાઘધીશ બાવાશ્રાીં નો ૧૪મી ઓક્ટોબર ના રોજ જન્મોત્સવ નિમિત્તે, ગોવર્ધનનાથજી હવેલીમાં કેસર સ્નાન, પછી બપોરના નંદ મહોત્સવના દર્શન યોજાયા હતા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી લાલકી જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠયો હતો. તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનનો લાભ લીધો હતો.

ત્યારબાદ, માર્કંડ પૂજા, કરવામાં આવી હતી, અને સાંજના કીર્તન સમાજ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મનોરથ, અને રાત્રીના સંસ્કાર કેન્દ્ર ખાતે રાસ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો ગોવર્ધનનાથજી હવેલી ઉપર રોશની કરવામાં આવી હતી. તેમજ ગાયને થુંલી ખવડાવવા નો મનોરથ તથા હોસ્પિટલમાં સુખડી વિતરણ કરવામાં આવી હતી. વાઘધીશ બાવાશ્રાી ના જન્મ મહોત્સવની ગોવર્ધનનાથજી હવેલીમાં ખૂબ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઇ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;