દાહોદ જિલ્લામાં મારામારીનાં બે બનાવમાં નવ વ્યક્તિને ઇજા થઈ - Sandesh
  • Home
  • Baroda
  • દાહોદ જિલ્લામાં મારામારીનાં બે બનાવમાં નવ વ્યક્તિને ઇજા થઈ

દાહોદ જિલ્લામાં મારામારીનાં બે બનાવમાં નવ વ્યક્તિને ઇજા થઈ

 | 3:29 am IST

 

બોરવાણી ગામે સંગાડા પરિવારોમાં થયેલી મારામારી

દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ા દાહોદ ા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં જુદા જુદા કારણસર બનેલા મારા મારીના બે બનાવોમાં ત્રણ મહિલા સહિત ૯ વ્યક્તિઓને ઇજા ઓ થયાનું જાણવા મળેલ છે.

બોરવાણી ગામના સંગાડા કુટુંબના સભ્યોએ પ્રકાશ સંગાડા તથા તેના ઘરના માણસોને બેફામ બિભત્સ ગાળો બોલી કુહાડીની મુંદર સુરેશભાઇ સંગાડાના માથાના ભાગે મારી માથુ લોહી લુહાણ કરી ઇજા કરી હતી. અને અને અન્ય લોકોને પર માર માર્યાે હતો.

જ્યારે બોરવાણી ગામે જ સંગાડા કુટુંબના સભ્યોએ રસુલભાઇ બચુભાઇ સંગાડાને તથા તેના ઘરના માણસોએ બેફામ બિભત્સ ગાળો બોલી, સર્વે નંબર ૧૦૦/ અ વાળી જમીન અમારી છે. તેમાં તમે કેમ ખેલી કરો છો. તેમ કહી ઉશ્કેરાઇ જઇ સજનભાઇ સંગાડાએ મનુભાઇ દેવલાભાઇ સંગાડાને બરડાના ભાગે, ખભાના ભાગે તથા માથામાં મારી ઇજાઓ કરી, સુરેશભાઇ સંગાડાએ હાથમાં પથ્થર પકડી છુટો મારી રસિકભાઇ બચુભાઇને, અશ્વિનભાઇ સંગાડાએ, પ્રવિણભાઇને છૂટને છૂટો પથ્થર મારી ઇજા કરી તથા કુલદીપભાઇ સુરેશભાઇએ રસુલભાઇને બરડાના ભાગે પથ્તર મારી ઇજા કરી તથા જાનથી નાંખવાની ધાક ધમકી આપી હતી.

આ સંબંધે બોરવાણી ગામના રસુલે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

;