દાહોદ જિ.નાં ૧૩ લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદ જિ.નાં ૧૩ લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

દાહોદ જિ.નાં ૧૩ લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

 | 2:30 am IST
  • Share

મારૂં ગામ કોરોના, મુક્ત ગામ અભિયાનને સફ્ળતા મળી

જિલ્લાના ૩૪૭ ગામો ૧૦૦ ટકા કોરોના સામે સુરક્ષિત બન્યા

ા દાહોદ ા

કોરોના સંક્રમણ સામે વેક્સિન એ રામબાણ ઉપાય સાબિત થયો છે ત્યારે દાહોદ જિલ્લાનાં વેક્સિન માટેની લાયકાત ધરાવતા લોકોમાંથી ૮૫.૬૧ ટકા લોકોએ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લઇ લીધી છે. જયારે ક્કમારૂં ગામ કોરોના, મુક્ત ગામક્ર અભિયાનની મહત્વપૂર્ણ સફ્ળતા મળતાં જિલ્લાના ૩૪૭ ગામોનાં તમામ લાયક નાગરિકોને સંપૂર્ણપણે કોરોનાની વેક્સિન અપાઇ ગઇ છે. સંખ્યાની રીતે જોઇએ તો જિલ્લાનાં ૧૩,૧૬,૪૯૩ નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, જયારે ૪,૨૧,૩૨૪ નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૩,૧૬,૪૩૯ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જેમાં ૧૫૧૪૪ હેલ્થ કેર વર્કસ તેમજ ૨૫૯૪૨ ફ્રન્ટ લાઇન વર્કસને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જયારે પ્રાયોરિટી એજ ગ્રુપ એટલે કે ૪૫ કે તેથી વધુ ઉંમરનાં ૪,૮૫,૧૮૭ લોકોને પ્રથમ ડોઝ અને ૩,૩૬,૫૦૩ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરનાં ૭,૯૦,૨૨૦ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૪૪,૧૦૨ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્લાનાં કુલ ૬૯૬ ગામોમાંથી ૩૪૭ ગામો ૧૦૦ ટકા કોરોના સામે સુરક્ષિત બન્યાં છે, જે મારૂં ગામ, કોરોના મુક્ત ગામને મળેલા જનપ્રતિસાદનું પરિણામ છે. આ ગામોની તાલુકા પ્રમાણે વિગતો જોઇએ તો દાહોદનાં ૪૨, ગરબાડાનાં ૩૧, ધાનપુરનાં ૩૨, દેવગઢ બારીયાનાં ૨૭, ફ્તેપુરાનાં ૨૯, લીમખેડાનાં ૩૩, સીંગવડનાં ૩૨, ઝાલોદનાં ૭૯, સંજેલીનાં ૪૨ ગામોનાં લાયકાત ધરાવતાં તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન