NIFTY 9,393.60 -44.65  |  SENSEX 30,412.05 +-158.92  |  USD 64.7950 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • દાહોદ પોલીસે વિદેશી દારૃની હેરાફેરી કરતી બે બોલેરો પકડી

દાહોદ પોલીસે વિદેશી દારૃની હેરાફેરી કરતી બે બોલેરો પકડી

 | 2:42 am IST

૩.૫૭ લાખના દારૃ સાથે કુલ ૧૦.૫ લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ ઃ દાહોદ તાલુકામાં પ્રોહીની પોલીસે પાડેલ બે રેડ પૈકીની એક રેડ દાહોદ તાલુકા પોલીસે નાની રાણપુર ગામના મોહન ફળીયામાં સવારે સાડા અગીયાર વાગ્યાના સુમારે પાડી હતી. જેમાં ડુંગરા ગામના મહેશભાઇ પીપાભાઇ બારીયા પોતાના કબજાની સફેદ કલરની પીકપ બોલેરો ગાડીમાં ઇંગ્લીશ દારૃ- બીયરની જુદા જુદા માર્કાની રૃ. ૨,૫૮,૮૫૦ની કિંમતની ૩૬૪૩ નંગ બોટલ ભરી આવી રહ્યા હતા તે દરમ્યાન દૂરથી દાહોદ તાલુકા પોલીસની સરકારી ગાડી જોઇ લેતાં પકડાઇ જવાના ડરથી ગભરાઇ ગયેલા ચાલક મહેશભાઇ પીપાભાઇ બારીયા રોડ પર બોલેરો ગાડી ત્રાંસી મૂકી નાસી ગયો હતો જે ગાડી પોલીસે ઝડપી પાડી તેમાં મુકેલ રૃા. ૨,૫૮,૮૫૦ની કુલ કિંમતના વિદેશી દારૃ બીયરનો જથ્થો ઝડપી પાડી રૃા. ૪ લાખની કિમતની બોલેરો ગાડી હીત રૃા. ૬,૫૮,૮૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પ્રોહીની બીજી રેડ દાહોદ તાલુકામાં દાહોદ ઈન્દોર હાઇવે પર આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે દાહોદ એલ.સી.બી. પોલીસે પાડી હતી જેમાં દાહોદ એલ.સી.બી. પોલીસની ટીમ સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પ્રોહીની મળેલ બાતમીના આધારે પોલીસ મધ્યપ્રદેશ તરફથી પુરપાટ દોડી આવતી જીજે૨૦ એન- ૪૮૩૧ નંબરની બોલેરો જીપ ગાડીનો પીછો કરી આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક પકડી પાડી ગાડીના ચાલક મધ્યપ્રદેશના મેઘનગર તાલુકાના જાડની ટાંડી ગામના બહાદુરભાઇ ભારતભાઇ ભોતી (નાયક) ની અટક કરી ગાડીમાંથી રૃા. ૯૮,૪૦૦ની કુલ કિંમતની વિદેશી દારૃ અને ૩ લાખની બોલેરો સહિત ૩.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

1