દાહોદ શહેર કોંગ્રેસમાં ડખો થતા કાર્યકારી પ્રમુખ નિમવા પડયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દાહોદ શહેર કોંગ્રેસમાં ડખો થતા કાર્યકારી પ્રમુખ નિમવા પડયા

દાહોદ શહેર કોંગ્રેસમાં ડખો થતા કાર્યકારી પ્રમુખ નિમવા પડયા

 | 2:30 am IST

ભાજપાનુ જોઈને કોંગ્રેસનો દલિત પ્રેમ છલકાયો!

તાલુકા પ્રમુખ ની નિમણૂંકમાં પરિવારવાદને પ્રોત્સાહન

ા દાહોદ ા

 દાહોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની છેલ્લા ઘણા સમયથી લટકેલી નિમણુંકોમાં શહેર પ્રમુખ, કાર્યકારી શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. શહેર કોંગ્રેસમાં અસંતોષ ઉભા થવાના કારણે કાર્યકારી પ્રમુખ બનાવવા પડયાં હોવાની છડેચોક ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તાલુકા પ્રમુખની નિમણુંકમાં પણ કોંગ્રેસની પરંપરા પ્રમાણે પરિવારવાને જ પ્રોત્સાહન અપાયુ હોવાનું લાગે છે.

 દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ તરીકે આશીફ્ભાઈ સૈયદ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ બાકલીયાની નિમણુંક કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી લટકેલી પડેલી નિમણુંકો વેળાએ કોંગ્રેસમાં ડખો થવાને કારણે શહેરમા કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેર ભાજપમાં દલિત સમાજને નોંધપાત્ર મહત્વ આપી અગ્રીમતા આપી અતિ મહત્વના હોદ્દાઓ આપ્યાં હોવાથી કોંગ્રેસે પણ દલિત સમાજમાંથી પસંદગી કરવી પડી હોવાનુ લાગી રહ્યુ છે. એક સમયે દાહોદમાંથી એક અગ્રણીને જિલ્લાના કોંગ્રેસમાંથી પ્રમુખ બનાવવાના હતાં જે તે સમયે આ અગ્રણીને હારતોરા પણ થઈ ગયાં, અને અંત સમયે નામ અન્ય વ્યક્તિનું જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. આમ, જે તે સમયે ઘણા એવા અગ્રણીઓ અને યુવા કાર્યકરો સાથે કોંગ્રેસ દ્વારા વ્હાલા દવલાની નિતી અપનાવવામા આવી હતી.ત્યારે આજરોજ દાહોદ શહેરમાં બે પ્રમુખ બનાવવાની કોંગ્રેસ સમિતિને ફ્રજ પડતાં અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;