દા.ન.હ.ની શાળામાં લોલમલોલ એકસાથે ૮૦ શિક્ષકો લેટલતીફ - Sandesh
  • Home
  • Newspaper
  • દા.ન.હ.ની શાળામાં લોલમલોલ એકસાથે ૮૦ શિક્ષકો લેટલતીફ

દા.ન.હ.ની શાળામાં લોલમલોલ એકસાથે ૮૦ શિક્ષકો લેટલતીફ

 | 3:00 am IST

  • અધિકારીની ઓચિંતી મુલાકાતમાં ભાંડો ફૂટયો

। વાપી ।

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના પ્રાથમિક શિક્ષણ વિભાગની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા તેમજ શિક્ષકની ગુણવત્તાની ચકાસણી કરવાના હેતુસર જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારીઓ તેમજ સી.આર.સી. ર્કોિડનેટર, રિસોર્સ પર્સન દ્વારા નરોલી, ખરડપાડા, દાદરા તેમજ સામરવરણી પંચાયતની ૨૨ જેટલી શાળાઓમાં ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી તે દરમ્યાન ૮૦ જેટલા શિક્ષકો શાળા સમય દરમ્યાન હાજર જોવા મળ્યા ન હતાં.

પ્રશાસકની સુચના બાદ શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં લઇ શિક્ષણ વિભાગને શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ‘મિશન વિદ્યા’ કાર્યક્રમ દરેક પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એેક મહિનાથી શરૃ કરાયો છે.  શિક્ષણ પાયાના કૌશલ્યમાં કચાશ ધરાવતા (પ્રિય) બાળકોને દરરોજ શાળા સમયથી એક કલાક પહેલા તેમજ શાળા સમય દરમ્યાન બે કલાક મળી ત્રણ કલાક જેટલા રીમીડિયલ વર્ગો ચલાવવામાં આવે છે. ત્યારે શિક્ષકોની અનિયમિતતા શિક્ષણની ગુણવત્તા માટે ગંભીર બાબત છે. જેને ધ્યાનમાં લેતા જિલ્લા પંચાયત દ્વારા આવા શિક્ષકો પાસે લેખિતમાં ખુલશો માંગવામાં આવ્યો છે.  જોકે આગામી દિવસોમાં શિક્ષકો હવે કેવો ખુલાસો કરે છે એના પર સૌની મીટ મંડાઈ છે.

;