દિપીકાએ રણવીરને મુક્યો પડતો, જાણી લો 'આ' બેમાંથી કોણ બનશે તેનો પતિ! - Sandesh
  • Home
  • Entertainment
  • દિપીકાએ રણવીરને મુક્યો પડતો, જાણી લો ‘આ’ બેમાંથી કોણ બનશે તેનો પતિ!

દિપીકાએ રણવીરને મુક્યો પડતો, જાણી લો ‘આ’ બેમાંથી કોણ બનશે તેનો પતિ!

 | 12:15 pm IST

દીપિકા પાદુકોણની ‘પદ્માવતી’માં તેના પતિ રાવલ રતનસિંહ માટે શાહરુખ ખાન અને હૃતિક રોશનનું નામ હાલમાં ચર્ચામાં છે. એ માટે પહેલાં ‘મસાન’માં જોવા મળેલા વિકી કૌશલને પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટમાંથી તેની એક્ઝિટ થતાં હવે શાહરુખ અને હૃતિકમાંથી એકની પસંદગી કરવામાં આવશે.

સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મ માટે સ્ટાર અને પાવરફુલ એક્ટર લેવા માગે છે જે રણવીર સિંહ દ્વારા ભજવવામાં આવી રહેલા એન્ટિ-હીરો પાત્ર અલાઉદ્દીન ખીલજીની બરોબરીના હોય. આ ફિલ્મમાં દીપિકા અને તેના પતિ વચ્ચે રોમેન્ટિક દ્રશ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એથી તેમની કેમિસ્ટ્રી પણ સારી લાગે એ માટે શાહરુખ અથવા હૃતિક પર પસંદગી ઉતારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવું પણ સાંભળવા મળ્યુ હતુ કે દીપિકાની ઇચ્છા હતી કે તેના પતિના પાત્ર માટે કોઈક જાણીતા સ્ટારને પસંદ કરવામાં આવે. સંજય ભણસાલી દીપિકા-હૃતિકની જોડી રજૂ કરવા માગે છે, કારણ કે આ જોડી હજી સુધી એક પણ વખત સાથે જોવા નથી મળી. જોકે બીજી તરફ શાહરુખે પણ આ ફિલ્મમાં રસ લીધો છે. સંજય ભણસાલીએ બન્ને સાથે કામ કર્યુ હોવાથી કોને પસંદ કરવો એ વિશે તેઓ હાલમાં વિચારી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. અગાઉ એવી વાતો ચાલી હતી કે આ મુવી માટે શાહિદ કપૂર પર પસંદગી ઉતારવામાં આવી છે અને તેણે એ માટે ઓડિશન પણ આપ્યું છે. જોકે એ પાત્ર માટે હવે શાહરુખ અને હૃતિક રેસમાં છે.