દિવ્યેશ દરજીના ઘર તથા ઓફિસમાં બેંગ્લોર પોલીસનંુ સર્ચ ઓપરેશન - Sandesh
  • Home
  • Newspaper
  • દિવ્યેશ દરજીના ઘર તથા ઓફિસમાં બેંગ્લોર પોલીસનંુ સર્ચ ઓપરેશન

દિવ્યેશ દરજીના ઘર તથા ઓફિસમાં બેંગ્લોર પોલીસનંુ સર્ચ ઓપરેશન

 | 3:00 am IST

  • ૪.૫૦ કરોડના ક્રિપ્ટો કરન્સી ફ્રોડમાં ૮ દિવસ રિમાન્ડ પર છે દરજી  
  • સીઆઇડી બધંુ ફેંદી ચૂકી હોય બેંગ્લોર પોલીસની તપાસ માત્ર ઔપચારિકતા  

ા સુરત ા

બિટકનેક્ટ અને દેકાડો કોઇનમાં રોકાણના નામે ૪.૫૦ કરોડનું ચીટિંગ કરવાના ગુનામાં ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ બેંગ્લોર પોલીસ દિવ્યેશ દરજીને તપાસ માટે સુરત લાવી છે. અડાજણના ઘર, રિંગરોડની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ તો ધરાયું પરંતુ ઝ્રૈંડ્ઢ બધું ફેંદી ચૂકી હોય બેંગ્લોર પોલીસની તપાસ માત્ર ઔપચારિકતા પૂરી કરનારી સાબિત થશે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લોકોને નવડાવનાર દિવ્યેશ દરજી અને સતીષ કુંભાણી સામે સીઆઇડી ક્રાઇમ ઉપરાંત કામરેજ અને બેંગ્લોરમાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવાઇ છે. કર્ણાટકના બેંગ્લોરમાં સદાશિવનગર પોલીસ મથકમાં બિઝનેસમેન રાજશેખરે ૪.૫૦ કરોડના ફ્રોડની ફરિયાદ આપી હતી. તેમની ફરિયાદમાં દિવ્યેશ દરજી ઉપરાંત તેની પત્ની માલીની દરજી, પુત્રી ધીમકી દરજી, પુત્ર રાકેશ દરજી, ભાગીદારો સતીષ કુંભાણી, સંદીપ બળવંતરાય નાયક વગેરે મળી પંદર વ્યક્તિનેે આરોપી બનાવાયા હતાં.

આ કેસમા ંબેંગ્લોર પોલીસે સુરત કોર્ટની કસ્ટડીમાંથી દિવ્યેશ દરજીનો કબજો લીધા બાદ ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ૪.૫૦ કરોડના ફ્રોડની તપાસ માટે બેંગ્લોર પોલીસ દરજીને સુરત લાવી છે. મોડીરાતે સુરત પહોંચેલી ટીમે આજે દરજીના અડાજણના આનંદ મહલ રોડ ઉપર આવેલા ઘર તથા રિંગરોડ ઉપર આઇટીસી બિલ્ડિંગ સ્થિત ઓફિસમાં સર્ચ કરી હતી. અહીંથી રોકાણ અંગેના ડોક્યૂમેન્ટલ એવિડન્સ મેળવવાની ગણતરી સાથે તપાસ કરાઇ હતી. જો કે અહીં સુરત સીઆઇડી પહેલેથી જ તપાસ કરી ડોક્યૂમેન્ટ કબજે લઇ ચૂકી હોય બેંગ્લોર પોલીસની તપાસ ઔપચારિકતા સમાન બની રહી છે.

;