દીકરીના બળાત્કારી અને હત્યારાને શોધવા માતા-પિતા સાત સમંદર પાર કરીને હિન્દુસ્તાન આવ્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • દીકરીના બળાત્કારી અને હત્યારાને શોધવા માતા-પિતા સાત સમંદર પાર કરીને હિન્દુસ્તાન આવ્યાં

દીકરીના બળાત્કારી અને હત્યારાને શોધવા માતા-પિતા સાત સમંદર પાર કરીને હિન્દુસ્તાન આવ્યાં

 | 3:00 am IST
  • Share

હાના ફેસ્ટર રેપ એન્ડ મર્ડર કેસ : ભાગ – 2

14 મી માર્ચ, 2003ની એક રાત્રે ઇંગ્લેન્ડના સાઉથેંપ્ટન શહેરમાં રહેતી 17 વર્ષની સ્કૂલગર્લ હાના ફેસ્ટર પર એક વ્યક્તિ રેપ કરીને એનું મર્ડર કરી નાંખે છે. પોલીસ ઈન્વેસ્ટિગેશનમાં ખબર પડે છે કે વ્યક્તિનું નામ મનિંદરપાલ સિંહ છે. એ વર્ષ 1993થી બ્રિટનમાં રહેતો હતો. એણે બ્રિટિશ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં અને તેને બે બાળકો હતાં. મનિંદરપાલ સિંહ સેન્ડવિચ ડિલિવરીનું કામ કરતો હતો. એની વેનમાંથી અને બીજા પણ અનેક પુરાવાના આધારે સાબિત થઈ જાય છે કે એણે જ હાનાની હત્યા કરી છે. હાના ફેસ્ટરનો બળાત્કાર અને મર્ડર કરીને એ ભારતના ચંદીગઢ ભાગી આવે છે અને ત્યાંથી પણ ગાયબ થઈ જાય છે. ઇંગ્લેન્ડની પોલીસ ભારત સરકાર અને પોલીસની મદદ માંગતી રહે છે, પણ ત્રણ મહિના સુધી મનિંદરનો કોઈ પતો નથી લાગતો.

આ ઘટનાએ હાનાનાં માતા-પિતા હિલેરી તથા ટ્રેવર ફેસ્ટરને હચમચાવી દીધાં હતાં. રાતોની રાતો એ બંને ઊંઘી નહોતાં શકતાં. ઈન્ડિયન પોલીસ જોઈતી મદદ નથી કરતી. હવે આટલા મોટા હિન્દુસ્તાનમાં દીકરીના હત્યારાને શોધવો કેવી રીતે? લડાઈ અઘરી હતી પણ માતા-પિતાએ હાર ન માની. કોઈ પણ ભોગે દીકરીના હત્યારાને પકડવા માંગતાં એ મજબૂર નહીં, પણ મજબૂત મા-બાપે એક રાત્રે નક્કી કર્યું કે એ બંને જણ હિન્દુસ્તાન આવી દીકરીના હત્યારાની શોધ કરશે.

આખરે 10મી જુલાઈ, 2004ના દિવસે ટ્રેવર અને હિલેરી ફેસ્ટર સાત સમંદર પાર કરીને દીકરીના બળાત્કારી અને હત્યારાને શોધવા માટે ઈન્ડિયા આવી પહોંચે છે. અહીં આવી સૌથી પહેલું કામ તેઓ પ્રેસ કોન્ફ્રન્સ કરવાનું કરે છે. દિલ્હીના નેશનલ મીડિયા હબમાં એક પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન થાય છે. જાણીતાં તમામ અખબારો, ટીવી ચેનલોના પત્રકારો ત્યાં મોજૂદ હોય છે. હાનાનાં માતા-પિતા પોતાની કુમળી વયની દીકરીની તસવીર બતાવી ભરી આંખે અને રૃંધાયેલા ગળે આખી ઘટના કહે છે. તેઓ મનિંદરનો ફેટો પણ બતાવે છે અને મીડિયાને વિનંતી કરે છે કે, મારી દીકરીનો હત્યારો તમારા દેશમાં છુપાઈ ગયો છે. તમે આ ખબરને દેશભરમાં ચલાવો અને અમારી દીકરીના હત્યારાને પકડવામાં મદદ કરો. અત્યાર સુધી ભારતમાં તો આવી કોઈ ઘટના બન્યાના સમાચાર મળ્યા જ નહોતા. આ જઘન્ય ઘટના વિશે જાણીને મીડિયાકર્મીઓના પગતળેથી પણ જમીન સરકી જાય છે. એ જ દિવસે તમામ ટીવી ચેનલોમાં અને બીજા દિવસનાં અખબારોમાં હાના રેપ એન્ડ મર્ડર કેસની સિલસિલાબંધ વિગતો પ્રકાશિત થાય છે. હાનાનાં માતા-પિતા પછી તો ચંદીગઢ, દિલ્હી, મુંબઈ જેવાં અનેક મોટાં શહેરોમાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને દીકરીના હત્યારાને શોધવા માટે મદદ માંગે છે. માત્ર પ્રેસ કોન્ફ્રન્સ જ નહીં, પણ તેઓ ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં દીકરી હાના અને હત્યારાની તસવીરો લઈને રોડ વચ્ચે ઊભાં રહી ન્યાયની માંગણી કરે છે. આ સમાચાર પ્રસરતા જ આખાયે દેશમાં ચકચાર મચી ગઈ. કાચની પૂતળીને તોડીને હિન્દુસ્તાનમાં છુપાઈ બેઠેલા નરાધમને શોધવા માટે હિન્દુસ્તાન આવેલાં માતા-પિતા માટે સૌને લાગણી થઈ આવી.

મનિંદર ઇંગ્લેન્ડના સાઉથેંપ્ટનમાં રહેતો હતો ત્યારે દાઢી-મૂછ અને માથે પાઘડી બાંધતો હતો. ભારત ભાગી આવ્યા પછી એણે વાળ કપાવી નાંખ્યા હતા અને ક્લીન શેવ કરી નાંખી હતી, જેથી કોઈ એને ઓળખી ન શકે, પરંતુ હાનાનાં માતા-પિતા બહુ ચાલાક હતાં. તેમણે કમ્પ્યૂટરની મદદથી મનિંદરની દાઢી-મૂછ વગરની તસવીરો પણ કઢાવીને મીડિયાને આપી હતી. મીડિયામાં મનિંદરની જાતજાતની તસવીરો, સ્કેચ સતત પ્રકાશિત થતાં હતાં. ટીવી ચેનલોમાં સતત મનિંદરની તસવીરો પ્રર્દિશત કરવામાં આવી રહી હતી. એ દરમિયાન ઇંગ્લેન્ડની સરકારે પણ મનિંદરની ખબર લાવી આપનાર માટે પાંચ મિલિયન ડોલર એટલે કે પચાસ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.

આ બધું બની રહ્યું હતું ત્યારે મનિંદર ર્દાિજલિંગમાં છુપાઈને બેઠો હતો. એણે પણ પોતાની તસવીરો અખબારો અને ટીવી ચેનલોમાં જોઈ. એણે ધાર્યું પણ નહોતું કે હાનાનાં માતા-પિતા છેક હિન્દુસ્તાન સુધી એનો પીછો કરતાં આવી પહોંચશે. એને ખબર પડી ગઈ હતી કે હવે ભારતના કોઈ પણ ખૂણામાં રહેવું એના માટે ખતરાથી ખાલી નહોતું. આથી એણે નેપાળ ભાગી જવાનો પ્લાન ઘડવા માંડયો.

ટ્રેવર અને હિલેરીને ભારત આવ્યે ચાર દિવસ થયા હતા. તેમણે દિવસ-રાત ફ્રીને આખા દેશમાં આ મુદ્દે ચકચાર મચાવી દીધી હતી અને હજુ શહેરે શહેરે ફ્રી રહ્યાં હતાં. પાંચમો દિવસ હતો. 15 જુલાઈ, 2004ની તારીખ. મનિંદર એ દિવસે રાત્રે જ નેપાળ ભાગી છૂટવાનો હતો, પણ પાપ કે પાપી કદી ઝાઝો સમય છુપાઈ શકતાં નથી. ર્દાિજલિંગમાં એ એક રૂમ ભાડે રાખીને રહેતો હતો અને ભાડાની ટેક્સી ફ્ેરવતો હતો. ત્યાં એણે પોતાનું નામ માઈકલ ડેવિસ રાખ્યું હતું. એણે વાળ કપાવી નાંખ્યા હતા અને ક્લીન શેવ રાખતો હતો. એની બાજુમાં રહેતા એક યુવાને અખબારમાં મનિંદરની તસવીર જોઈ અને એને શંકા ગઈ. એણે તરત જ પોતાના એક ઓળખીતા નિવૃત્ત પોલીસ અધિકારીને ફેન કરી આ વાતની જાણ કરી. તેઓ તરત જ ત્યાં દોડી આવ્યા. યુવાને દૂરથી મનિંદરને બતાવ્યો. નિવૃત્ત પોલીસ અધિકારીને પણ શંકા ગઈ, પણ તેઓ નક્કી ન કરી શક્યા કે એ મનિંદર જ છે કે બીજો કોઈ. આથી તેઓએ પોલીસની મદદ લેવાનું વિચાર્યું. આ દરમિયાન આખો દિવસ પસાર થઈ ગયો હતો. એ નિવૃત્ત પોલીસ અધિકારી ર્દાિજલિંગ પોલીસ પાસે પહોંચ્યા અને બધી હકીકત જણાવી. પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ અને મનિંદર રહેતો હતો ત્યાં પહોંચી, પણ એ વખતે મનિંદર ત્યાંથી નેપાળ જવા રવાના થઈ ચૂક્યો હતો. પોલીસે તરત જ ચારે તરફ્ વોચ ગોઠવી એની શોધખોળ કરાવી. અને રાત્રે જ મનિંદરપાલ સિંહ નેપાળની બોર્ડરને અડીને આવેલી એક હોટેલમાંથી પકડાઈ ગયો. એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા. ર્દાિજલિંગના પોલીસ ઈન્સ્પેક્ટરે એને અંધારી કોટડીમાં બેસાડીને કહ્યું, ‘હાનાનો રેપિસ્ટ અને મર્ડરર મનિંદરપાલ સિંહ તું જ છેને?’

‘કોણ હાના…? હું એને ઓળખતો પણ નથી! મારું નામ તો માઈકલ ડેવિસ છે.’ મનિંદર આટલું બોલ્યો ત્યાં જ ઈન્સ્પેક્ટરે એના બંને પગ વચ્ચે એવી જોરદાર લાત મારી કે એ બેવડ વળીને પડી ગયો. ઈન્સ્પેક્ટર બોલ્યા, ‘મનિંદર, સામાન્ય લોકો તને ઓળખવામાં થાપ ખાઈ શકે! અમે પોલીસવાળા નહીં. સાચું બોલી જા નહીંતર ફ્રી બળાત્કાર કરવા જેવો નહીં રહેવા દઉં. અત્યારે લાત મારી છે પછી છરો ચલાવીશ સાલા!’ ઈન્સ્પેક્ટરનો રોફ્ જોઈને મનિંદર થોડી જ વારમાં ભાંગી પડયો અને એણે ગુનો કબૂલી લીધો.

હાના ફેસ્ટરનો હત્યારો ર્દાિજલિંગથી પકડાઈ ગયો હોવાના સમાચાર વાયુવેગે આખા દેશમાં પ્રસરી ગયા. ચેનલોમાં તાત્કાલિક બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થયા. હાનાનાં માતા-પિતા ટ્રેવર અને હિલેરીએ સમાચાર જાણ્યા અને પોક મૂકીને રડી પડયાં.

પરંતુ અસલી લડાઈ તો હજુ બાકી હતી. મનિંદરને પકડીને તાત્કાલિક દિલ્હી લઈ જવામાં આવ્યો અને તિહાર જેલમાં બંધ કરી દેવાયો. ગુનો ઇંગ્લેન્ડમાં બન્યો હતો ભારતમાં નહીં, એટલે એને સજા આપવાનું કામ ઇંગ્લેન્ડની કોર્ટ જ કરી શકે. માટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ રખાયો હતો. મનિંદરને ભારતથી ઇંગ્લેન્ડ લઈ જવા માટે મોટી લડાઈ લડવી પડે તેમ હતી. એને ત્યાં મોકલવો પડે તેમ હતો. દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ માટે કેસ ચાલ્યો કે મનિંદરનું ઇંગ્લેન્ડમાં પ્રત્યાર્પણ કરવું કે નહીં? આ માટે ખૂબ સમય વીતી ગયો. ટ્રેવર અને હિલેરી ફેસ્ટર એ દરમિયાન ઇંગ્લેન્ડ પાછાં ચાલ્યાં ગયાં, પણ ત્યાં રહીને પણ તેઓ લડતાં રહ્યાં. ઇંગ્લેન્ડની પોલીસ પણ મનિંદરના પ્રત્યાર્પણ માટે સતત પ્રયત્ન કરતી રહી. છતાં આ લડાઈ બીજાં ત્રણ વર્ષ ચાલી. આખરે 15મી નવેમ્બર,1993ના રોજ લાગુ થયેલી ભારત-બ્રિટન પ્રત્યાર્પણ સંધિ અનુસાર 28મી જુલાઈ, 2007ના રોજ ભારતીય અદાલતની મંજૂરીથી મનિંદરને ઇંગ્લેન્ડ મોકલાયો. મનિંદર ભારતના ઇતિહાસનો પહેલો એવો વ્યક્તિ હતો જેને કોઈ ગુના માટે હિન્દુસ્તાનથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હોય.

ઇંગ્લેન્ડ લઈ ગયા પછી ત્યાંની કોર્ટમાં એના પર કિડનેપિંગ, રેપ અને મર્ડરનો કેસ ચાલ્યો. ભારતમાં એણે ગુનો કબૂલ્યો હતો, પણ ત્યાં જઈને એ ફ્રી ગયો. એણે કહ્યું કે કોઈ અજાણ્યા લોકોએ મારા પર જબરદસ્તી કરીને મને રેપ અને મર્ડર કરવા મજબૂર કર્યો હતો, પણ એનું જુઠાણું ઝાઝું ટકી શકે તેમ નહોતું, કારણ કે કોર્ટ પાસે એના વિરુદ્ધના અનેક પુરાવા હતા. એક વર્ષથી વધુ સમય સુધી ત્યાં પણ કેસ ચાલ્યો અને 25મી નવેમ્બર,2008ના રોજ વિંસેસ્ટર ક્રાઉન કોર્ટે તેને 24 વર્ષની સજા ફ્ટકારી.

ગુનો કર્યો ત્યારે મનિંદરની ઉંમર 41વર્ષની છે. સજા થઈ ત્યાં સુધી એ બે વર્ષની સજા કાપી ચૂક્યો હતો. એટલે એને 22 વર્ષ જેલમાં રહેવાનું હતું. આજે એને જેલમાં 13 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. હાના ફેસ્ટરનાં માતા-પિતા ટ્રેવર અને હિલેરી તથા તેની બહેન સારા ફેસ્ટર ગુનેગારને સજા અપાવીને ખુશ છે, પણ દીકરીને યાદ કરીને આજે પણ તેમની આંખોના કૂવા છલકાઈ પડે છે. આ ક્રાઈમ કિસ્સો ખરેખર તો લાગણીનો કિસ્સો છે. જે કામ ઇંગ્લેન્ડ કે ઈન્ડિયાની પોલીસ નહોતી કરી શકી એ કામ એક દીકરીનાં મા-બાપે માત્ર પાંચ દિવસમાં કરી બતાવ્યું અને ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ન્યાય માટે લડતાં આવાં મા-બાપને સલામ છે.      

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો