દીવ- સોમનાથ સાગરતટે બે દિવસીય સુરક્ષા કવચ કવાયત યોજાઇ - Sandesh
  • Home
  • Jamnagar
  • દીવ- સોમનાથ સાગરતટે બે દિવસીય સુરક્ષા કવચ કવાયત યોજાઇ

દીવ- સોમનાથ સાગરતટે બે દિવસીય સુરક્ષા કવચ કવાયત યોજાઇ

 | 6:33 am IST

  • મંદિર, જીલ્લાના દરિયાઇ પટ તથા બંદરો પર બંદોબસ્ત, મોકડ્રીલ
  • વેરાવળ-દીવઃ વેરાવળ અને દીવના સાગરતટ પર બે દિવસથી સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં મંદિર, જિલ્લાના દરિયાઈ પટ તથા બંદરો પર બંદોબસ્ત, મોકડ્રીલ કરાઈ હતી. તેમજ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી. ગીર સોમનાથ જીલલામાં ગઇકાલે સવારે ૬ કલાકેથી સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તા.૨૧ના રાત્રે ૮ સુધી આ કવાયત ચાલુ રાખવામાં આવશે. પોલીસ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ , એસઓજી, એલસીબી સ્ હિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે અને ગમે તે પરીસ્થિતિમાં સંકલન સાધી સતર્ક રહી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડે તે માટે દર વર્ષે આ રીતે સાગર સુરક્ષા કવચ યોજાય છે જેમાં મોકડ્રીલ કરવામાં આવે છે. આ તકે સાગરમાં ફરતી બોટોના ડોક્ટયુમેન્ટસ ,નાગરીકતા કાર્ડ, માલસામાન સહિતનું સઘન ચેકીંગ હાથ ધરાય છે. શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવે છે.
    ડમી આતંકવાદીને પકડી પાડવામાં આવે તેવી કામગીરી કરવામાં આવે છે. સોમનાથ મંદિર ખાતે પણ મહિલા પોલીસ, મરીન કમાન્ડો, એસઆરપી, પોલીસ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ તૈનાત રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
    સતત આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવે છે.આવી જ રીતે વિદેશીઓના માનીતા અને સૌરાષ્ટ્રના મહત્વના પ્રવાસન સ્થળ દીવમાં પણ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમજ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન