દુધાળા ભેંસોની આડમાં લઈ જવાતો દારૃ ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દુધાળા ભેંસોની આડમાં લઈ જવાતો દારૃ ઝડપાયો

દુધાળા ભેંસોની આડમાં લઈ જવાતો દારૃ ઝડપાયો

 | 2:45 am IST

રૃ. ૮.૮૪ લાખના મુદ્દામાલ સાથે ૪ની અટક

ભેંસો મૂળ માલિકને પરત કરવા કાર્યવાહી

। ભરૃચ ।

ભરૃચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થતી ભેંસો ભરેલ ટ્રક કે જે સુરત તરફથી ભરૃચ તરફ આવી રહી હતી.

ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ હોટલ સરોવર પાસે તપાસ કરતા ગાડીના પાછળના ભાગે ૪ દુધાળી ભેંસો બાંધી રાખેલ હતી તેમજ તેના આગળના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૃની બોટલો નંગ ૩૫૪ મળી આવેલ હતો.

જે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ભેંસો મુળ માલિકને પરત કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ વિદેશી દારૃ બોટલ નંગ ૩૫૪ કિંમત રૃા.૧,૭૪,૨૪૦, ટ્રક કિંમત રૃા.૭ લાખ, મોબાઈલ નંગ ૩ કિંમત રૃા.૧૦૫૦૦ મળી કુલ રૃા.૮,૮૪,૭૪૦ ના મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે આ સાથે ઈસ્તિયાક હનીફ મેડણીયા, રહે.તા.વડગામ, જિ.બનાસકાંઠા, રવિશંકર રામક્રિપાલ શર્મા, રહે.સુરત, મુ.રહે.યુપી, કરણદેવી પ્રસાદ પાંડે, રહે.સુરત, મુળ.રહે.યુપી, સત્યમ સંજય ગૌતમ, હાલ રહે.ઉધના, સુરત, મુળ રહે. યુપી ની પોલીસે અટક કરી હતી. આ બનાવમાં ભરૃચ સી.ડીવીઝનના પીઆઈ ડી.પી.ઉનડકટ, પોસઈ એચ.એસ.ડામોર તેમજ અન્ય સ્ટાફે કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;