દુનિયાભરમાં ધૂમ મચાવનાર પોકેમોન ગો વિરૂદ્ઘ ફતવો - Sandesh
  • Home
  • Technology
  • દુનિયાભરમાં ધૂમ મચાવનાર પોકેમોન ગો વિરૂદ્ઘ ફતવો

દુનિયાભરમાં ધૂમ મચાવનાર પોકેમોન ગો વિરૂદ્ઘ ફતવો

 | 6:17 pm IST

દુનિયાભરમાં ધૂમ મચાવનાર ‘પોકેમોન ગો’ને લઈને વિવાદ શરૂ થઈ ગયા છે. સઉદી અરબમાં ધાર્મિક બાબતોની સર્વોચ્ચ સંસ્થાએ આ ગેમની વિરૂદ્ધ ફતવો બહાર પાડ્યો છે.

સંસ્થાએ કહ્યું કે, ઈસ્લામમાં આવા ખેલોને હરામ બતાવ્યા છે. હાલમાં પોકેમોન એ દુનિયાની સૌથી વધારે રમાતી ગેમ બની ગઈ છે. પોકેમોનના કારણે ઘણી બધી ખરાબ ઘટનાઓ પણ બની રહી છે. જેના કારણે ઓસ્ટ્રેલિયાની સરકાર પણ ચિંતિત બની ગઈ છે. તેવામાં સાઉદી અરબે આ ગેમ ન રમવાનો ફતવો બહાર પાડી દીધો છે.

પોકેમોન ગોનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. પોકેમોન પકડવાના ઘેલામાં એક વ્યક્તિ પોતાનું જીવ પણ ગુમાવી બેઠી છે. પોકેમોન ગો ટૂંક સમયમાં એટલી ફેમસ થઈ ગઈ છે કે, વિશ્વના તમામ લોકોએ તેની નોધ લીધી છે.