દુબઈ-અમૃતસર ફ્લાઈટમાંથી સંદિગ્ધ બેગ મળી આવતા ચકચાર મચી - Sandesh
  • Home
  • India
  • દુબઈ-અમૃતસર ફ્લાઈટમાંથી સંદિગ્ધ બેગ મળી આવતા ચકચાર મચી

દુબઈ-અમૃતસર ફ્લાઈટમાંથી સંદિગ્ધ બેગ મળી આવતા ચકચાર મચી

 | 10:31 am IST

દુબઈથી અમૃતસર આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આજે સંદિગ્ધ બેગ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ફ્લાઈટમાં સંદિગ્ધ બે મળવાના અહેવાલથી અમૃતસર એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને ઉતારીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બોમ્બ સ્ક્વોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફ્લાઈટની બરાબર ચકાસણી કરવામાં આવી રહી છે. અહીં સંદિગ્ધ બેગની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે જો કે હજુ સુધી સ્પાઈસ જેટ તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

અહેવાલો મુજબ એરપોર્ટ અધિકારીઓને નનામો ફોન આવ્યો હતો અને ફ્લાઈટમાં સંદિગ્ધ બેગ હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન