દુમાડ ચોકડી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું આયોજન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દુમાડ ચોકડી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું આયોજન

દુમાડ ચોકડી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું આયોજન

 | 2:30 am IST
  • Share

૧૭મીએ નીતિન ગડકરી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવે તેવી શક્યતા

૧૭મી સપ્ટેમ્બરે નીતિન ગડકરી રોડ નવીનિકરણનાં કામનું શિલાન્યાસ કરશે

ા વડોદરા ા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તા. ૧૭મી સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરાના મહેમાન બનનાર છે. ત્યારે તેમની સાથે કાર્યક્રમમાં ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાય તેવી શક્યતાઓ હાલ સેવાય રહી છે. જેને લઇને વડોદરાનું સરકારી તંત્ર પણ દોડતું થયું છે.  

વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ હાઇવેના જોડાણ સ્થળના નવીનીકરણને કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેનું ટેન્ડર પણ મંજુર થઇ ગયું છે. ત્યારે તેના શિલાન્યાસ માટે તા. ૧૭મી સપ્ટેમ્બરના રોજ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંત્રાલયના કેબીનેટ મંત્રી નીતિન ગડકરી પણ ખાસ હાજરી આપનાર છે. જે પહેલા તેઓ ભરૂચ ખાતે પણ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જોકે, બપોરે ૨.૩૦ કલાકે દુમાડ ચોકડી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.   ગુજરતામાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઉતાર ચઢાવ વચ્ચે કેબીનેટ મંત્રી નીતિન ગડકરીની વડોદરા અને ભરૂચના કાર્યક્રમમાં હાજરી તેમજ તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીને લઇ ભારે ચર્ચાએ જોર પકડયું છે. તો બીજી તરફ જિલ્લા વહિવટી તંત્ર પણ કેન્દ્રીય કેબીનેટ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓમાં જોતરાઇ ગયું છે.

 દુમાડ ચોકડી પરના બે ઓવર બ્રિજ વાહન ચાલકો માટે મુશ્કેલી બન્યાં

દુમાડ ચોકડી પર નેશનલ હાઇવે પર ઓવર બ્રિજ બનાવાયો છે. જે રસ્તો નેશનલ હાઇવેથી જીએસએફસી તરફ જાય છે. જ્યારે ઓવર બ્રિજની નીચેથી પસાર થઇ નેશનલ એક્સ્પ્રેસ વે૧ તરફ જવા અલાયદો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બે ઓવર બ્રિજમાં અનેક વાહન ચાલકો અટવાઇ જાય છે. અમદાવાદ એક્સપ્રેસ વે જવાની જગ્યાએ અનેક વખત જીએસએફસી તરફનો ઓવર બ્રિજ ચઢી જાય છે. જેથી અંદાજે ૧૦ કિ.મી. જેટલો ફેરો પડતો હોય છે. નેશનલ હાઇવે ઓથોરીટીની આ ભૂલના કારણે હેરાન થતાં વાહન ચાલકો દ્વારા અનેક વખત મંત્રાલયમાં પણ રજૂઆત પણ કરવામાં આવી છે. જોકે, તે બાબતે મંત્રાલય દ્વારા વિચારણા કરવામાં આવે તેમજ જીએસએફસી તરફના બ્રિજને એક્સપ્રેસ વે તરફ જતાં બ્રિજ સાથે જોડવામાં આવે અથવા તે માટે નવો ખાસ ઓવર બ્રિજ બનાવવા આવે તેવી માગ સાંસદ અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તે બાબતે હાલ કોઇ વિચારણા ન થઇ હોય ડુમાળ ચોકડીના રસ્તાનું નવિનીકરણ કરવાનું ટેન્ડર જાહેર કરાયું હતું. તેની કામગીરી આગામી તા. ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો