દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને લઈ આજે શહેર પોલીસ પરત ફરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને લઈ આજે શહેર પોલીસ પરત ફરશે

દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને લઈ આજે શહેર પોલીસ પરત ફરશે

 | 3:26 am IST

મુંબઈ, લોનાવાલા અને પૂણે ખાતે તપાસ પૂરી 

આવતીકાલે અમદાવાદ, ધોલેરા અને પાલિતાણા લઈ જવાશે

વડોદરા  

હાઈપ્રોફાઈલ રેપ કેસમાં તા.૧૬મી ઓકટોબર સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર રહેલાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનને પોલીસ જાપ્તામાં રાખીને આજે લોનાવાલા ખાતે તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવતીકાલે સવાર સુધીમાં વડોદરા આવી પહોંચશે ત્યાર પછી જૈનને અમદાવાદ,ધોલેરા અને પાલીતાણા ખાતે તપાસ કરવા માટે લઈ જવાશે.  

દિવાળીપુરા, નિસર્ગ કોમ્પલેકસના ડી૯૦૩ નંબરના ફલેટમાં ૨૪ વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાનો આરોપ ધરાવતાં અશોક આશ્કરણ જૈન (..૬૯)ની થોડાક દિવસ પૂર્વે તિર્થસ્થાન પાલીતાણાથી ધરપકડ થઈ હતી

ઈન્વેસ્ટીગેશન ઓફીસર વી.આર. ખેરે અદાલત પાસેથી તા.૧૬મી સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. એફ.આઈ.આર. નોંધાયા પછી આરોપીએ જે શહેરમાં આશરો લીધો હતો ત્યાં મુંબઈ, લોનાવાલા અને પૂણે ખાતે આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી

મંગળવારે લોનાવાલાથી નીકળેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવતીકાલે બુધવાર સુધીમાં વડોદરા આવી પહોંચશે ત્યાર પછી ગુરુવારે અમદાવાદ, ધોલેરા અને જયાંથી ગિરફતાર થયા તેવા પાલીતાણા ખાતે તપાસ કરવા માટે જશે. બીજો આરોપી રાજુ ભટ્ટ જયુડીશીયલ કસ્ટડીમાં છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;