દુષ્કર્મ કેસના આરોપી કાનજીને જામીન અપાશે તો તે પુરાવાઓ - સાક્ષી ફોડશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દુષ્કર્મ કેસના આરોપી કાનજીને જામીન અપાશે તો તે પુરાવાઓ – સાક્ષી ફોડશે

દુષ્કર્મ કેસના આરોપી કાનજીને જામીન અપાશે તો તે પુરાવાઓ – સાક્ષી ફોડશે

 | 3:26 am IST

હાઈપ્રોફાઈલ રેપકેસમાં જામીન અરજીની દલીલો પૂરી  

ઈન્વેસ્ટિગેશન ઓફિસરનું સોગંદનામું, તા.૧૪મીએ ચુકાદો જાહેર થવાની શકયતા

વડોદરા   

શહેરના હાઈપ્રોફાઈલ રેપકેસમાં મુખ્ય બે આરોપીઓ પૈકીના એક આરોપી રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદગારી કરીને ફરીયાદ દાખલ થતા પહેલા સમાધાનના પ્રયાસ કરનાર રેલવે સ્ટેશન પાછળની હાર્મની હોટલના માલીક અને રાજુ ભટ્ટના ભાગીદાર કાનજી મોકરીયાને જામીન આપવા સામે તપાસ અધિકારીએ વાંધો ઉઠાવ્યો છે. કેસની તપાસ ચાલુ છે ત્યારે જામીન અપાશે તો આરોપી સાક્ષીઓ ફોડીને કેસને નુકસાન પહોંચાડશે તેવુ એફીડેવીટ મુકયુ હતુ. અદાલતે ચુકાદો અનામત રાખ્યો છે વધુ સુનાવણી તા.૧૪મી ઉપર મુલતવી રાખી છે.  

શહેરની ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી ૨૪ વર્ષીય વિદ્યાર્થિની સાથે અત્રેના દિવાળીપુરા નિસર્ગ કોમ્પલેકસના ડી ૯૦૩ નંબરના ફલેટમાં દુષ્કર્મ ગુજારનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આશ્કરણ જૈન (..૬૯) (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) અને હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટ (..૫૫) સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાઈ હતી. કેસમાં આરોપી રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદગારી કરીને રોકડા રૂ. ૭૦ હજારની સહાય કરનારા હાર્મની હોટલના માલીક કાનજી અરજણ મોકરીયા (..૫૬) (રહે, ફોર્ચ્યુન એમ્પાયર,અલકાપુરી સોસાયટી)ની પોલીસે ધરપકડ કરી હતી. કાનજી મોકરીયાએ ફરીયાદ દાખલ થતા પહેલા પીડિતા સાથે સમાધાન કરાવાના પણ પ્રયત્નો કર્યા હતા. હાલમાં જયુડિશીયલ કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપી કાનજી મોકરીયાએ તાજેતરમાં તેમના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેની આજરોજ સુનાવણી થતાં ઈન્વેસ્ટીગેશન ઓફીસર પી.આઈ. વી.આર. ખેરે સોગંદનામુ રજુ કર્યુ હતુ. મુખ્ય સરકારી વકીલ અનીલ દેસાઈની મુખ્ય રજુઆત હતી કે હાલમાં તપાસ ચાલુ છે જો જામીન આપવામાં આવશે તો સાક્ષી ફોડશે અને પુરાવા સાથે ચેંડા કરશે. અદાલતે ચુકાદો અનામત રાખ્યો છે અને વધુ સુનાવણી તા. ૧૪મી ઓકટોબર ઉપર મુલતવી રાખી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;