દેડિયાપાડાના નવાગામ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  •  દેડિયાપાડાના નવાગામ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ

 દેડિયાપાડાના નવાગામ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ

 | 2:30 am IST

રૂ. ૯૦  લાખ ખર્ચ કરવા છતાં પાંચ ગામોને પાણીનો લાભ મળ્યો નથી

। દેડિયાપાડા ।

દેડિયાપાડા તાલુકાના નવાગામ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ પાંચ ગામોને પીવાનું પાણી સાગબારા દેડિયાપાડા પાણી પુરવઠા યોજના અંતર્ગત મુલ્કાપાડા, નવાગામ ( પાનુડા) બોરીપીઠા, રોહદા, ગુલદાચામ પાંચ ગામોમાં  પીવાનું પાણી મળતું નથી. ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ પાણી માટે કરવામાં આવ્યો છે. અને કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે. મહાદુઃખની વાત એ છે કે, પાંચ ગામમા ઘેર ઘેર નળ મૂકવામાં આવ્યા છે. છતાં લોકોને પીવાનું પાણી મળતું નથી. લોકોની અત્યંત કોફેડી હાલત થઈ ગઈ છે. પીવાના પાણી માટે દર દર લોકોને ભટકવું પડે છે. હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગામોમાં રૂ. ૯૦ લાખની કામગીરીમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે.

એવું લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સામાજિક કાર્યકર ચંપક વસાવાએ જણાવ્યું હતું કે પાંચ ગામમા લોકોને પીવાનું પાણી મળતું નથી. ૯૦ લાખની કામગીરીમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. અને કામગીરી પૂર્ણ બતાવવામાં આવ્યું છે. આ અંગે તાકિદે તપાસ કરવા માંગ છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;