દેડિયાપાડા તાલુકામાં કોકમ નદી પરનો ધોધ પૂર બહારમાં ખિલ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દેડિયાપાડા તાલુકામાં કોકમ નદી પરનો ધોધ પૂર બહારમાં ખિલ્યો

દેડિયાપાડા તાલુકામાં કોકમ નદી પરનો ધોધ પૂર બહારમાં ખિલ્યો

 | 3:15 am IST

નયન રમ્ય દૃશ્યો સર્જાતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો

। દેડિયાપાડા ।

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના કોકમ નદી ઉપરનો ધોધ પૂર બહારમાં વહી રહ્યો છે. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. નયન રમ્ય અને મનોહર દ્રશ્યો સર્જાયા છે.

દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ ૧૪૬૩ મિ.મી. ખાબક્યો છે. દેડિયાપાડા તાલુકામાં કરજણ નદી તરાવ નદી દેવ નદી ધામણ ખાડી અને ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં નજરે પડે છે. દેડિયાપાડા તાલુકાના કોકમ વિસ્તારોમાં કોકમ નદી ઉપર નો કોકમ ધોધ પૂર બહારમાં વહી રહ્યો છે.

કાળી મીઢં પથ્થરોની શિલાઓ ઉપર ખડ ખડ ધ્વનિનો નાદ કરતો કોકમ નદી પરનો ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી પડે છે.પ્રવાસીઓ સ્નાન કરવાનો આનંદ લે છે. નાસ્તા અને ખાવાનો આનંદ લે છે. નયન રમ્ય અને મનોહર દ્રશ્યો સર્જાયા છે. નિર્મલ સ્વચ્છ શ્વેતિમા ધારણ કરી કોકમ ધોધ વહી રહ્યો છે. કોકમ નદીનું પાણી ખેડૂતોને શિયાળું પાક માટે ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળી રહેશે. ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.કોકમ વિસ્તારોનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. કાશ્મીરની ઝીલો અને સરોવરોની યાદ તાજીકરાવે તેવા દ્રશ્યો સર્જાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;