દેનાબેંક સાથે રૃપિયા ૩૮.૫૫ લાખનું ચીટિંગ કરનાર છ વર્ષે ઝડપાયો - Sandesh
  • Home
  • Surat
  • દેનાબેંક સાથે રૃપિયા ૩૮.૫૫ લાખનું ચીટિંગ કરનાર છ વર્ષે ઝડપાયો

દેનાબેંક સાથે રૃપિયા ૩૮.૫૫ લાખનું ચીટિંગ કરનાર છ વર્ષે ઝડપાયો

 | 11:08 pm IST

સુરત, તા. ૨૧ 

દેના બેંક સાથે રૃા.૩૮.૫૫ લાખનું ચીટિંગ કરનારો છ વર્ષે ઝડપાયો છે. બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોનું લોન મેળવવાના પ્રકરણમાં ઉમરા પોલીસમાં ચીટિંગની ફરિયાદ નોંધાઇ હતી.  ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધતી હતી. પરંતુ તે હાથમાં આવતો ન હતો. દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે તેને પકડી લેવામાં આવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે દેના બેંકની પાર્લે પોઇન્ટ શાખા સાથે ઠગાઇ થઇ હતી. બેંક મેનેજર બકુલેશ ચૌધરીએ ૨૦-૧૦-૧૦ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રોહિત નારણ નાવડિયા, મનસુખ લવજી અજોડિયા અને દિલીપ હિરપરાએ મિલીભગત રચી બોગસ દસ્તાવેજો રજૂ કરી દેના બેંકમાંથી રૃા.૩૮.૫૫ લાખની લોન લીધી હતી. ઉમરા પોલીસમાં ચીટિંગની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ નાસતા-ફરતા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાંચની વોન્ટેડ સ્કવોડે મળેલી બાતમીને આધારે રોહિત નાવડિયા (રહે. મરીન સોસાયટી, ભાવનગર- મૂળ ઉમરાળા, ભાવનગર)ને પકડી પાડયો હતો. રોહિત શિહોરમાં ધાંધલી ગામના સ્ટીલ પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જે માહિતીને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન સ્કવોડના માણસોએ ભાવનગર જઇ રોહિતને પકડી પાડયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન