દેવગઢ બારિઆમાં પ્લાસ્ટિકના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી - Sandesh
  • Home
  • Baroda
  • દેવગઢ બારિઆમાં પ્લાસ્ટિકના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

દેવગઢ બારિઆમાં પ્લાસ્ટિકના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

 | 3:23 am IST

 

। પિપલોદ ।

બારીઆના સેનેટરી ઇન્સપેકટર અનુરાગસિંહ પુવાર તથા સ્ટાફ દ્વારા ભેદરવાજા વિસ્તારની દુકાનો તથા લારી ગલ્લાવાળાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં ૨૦ માઇક્રોનથી ઝીણી વપરાશની પ્લાસ્ટીકની થેલીઓ તથા ચાના કપ વિગેરે મળી કુલ ૨૦૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી વેપારીઓ પાસેથી સ્થળ દંડ રૃા. ૨૬૦૦ જેટલો વસુલ કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજી તરફ હમીદ ઇબ્રાહીમ કુંજડા સામે કલેકટરના પ્લાસ્ટીક વપરાશના જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવતા કેટલાક દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

;