દેવલીયા પેટ્રોલપંપ પાસે રાહદારી મહિલાને જીપ ચાલકે અડફેટમાં લેતા મહિલાનંુ મોત - Sandesh
  • Home
  • Newspaper
  • દેવલીયા પેટ્રોલપંપ પાસે રાહદારી મહિલાને જીપ ચાલકે અડફેટમાં લેતા મહિલાનંુ મોત

દેવલીયા પેટ્રોલપંપ પાસે રાહદારી મહિલાને જીપ ચાલકે અડફેટમાં લેતા મહિલાનંુ મોત

 | 4:38 am IST

ા રાજપીપળા ા

તિલકવાડા તાલુકાના દેવલીયા જૂના પેટ્રોલપંપ પાસે રાહદારી મહીલાને પીકઅપ વાનચાલકે પોતાનુ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રસ્તેથી પસાર થતી મહીલાને અડફેટમાં લેતા મહીલાનુ મોત નિપજ્યું હતુ. આ અંગેની તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જેમા ફરીયાદી જશુભાઇ અંબુભાઇ ભીલએ પીકઅપ ગાડી નબરં જીજ-ે૨૨-બી ડબ્લય-ુ ૫૮૪૭ના ચાલક ગોપાલભાઇ માહલીયાભાઇ રાઠવા સામે ફરીયાદ નોંધાઇ છે.

ફરીયાદની વિગત મુજબ આરોપી ગોપાલભાઇ પોતાની પીકઅપ ગાડી નંબર જીજે-૨૨-બીડબલ્યુ-૫૮૪૭ ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદી જશુભાઇની માતા સવિતાબેન રોડ ક્રોસ કરતા હતાં. તે વખતે રાહદારી મહીલાને અથાડી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા પગે ફ્રેકચર થઇ ગયુ હતુ. જેતે સમયે ગોપાલભાઇએ દવાખાનાનો ખર્ચ આપી દઇશ તેમ કહી સમાધાન કરી ડભોઇ દવાખાને દાખલ કર્યા હતા.તા .૧૯ નવેમ્બરના રોજ દવાખાનામાંથી રજા આપતા જશુભાઇ પોતાની માતાને લઇને ઘરે આવતા તા.૨૦નવેમ્બરના રોજ સવિતાબેનનુ મોત નિપજતા ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;