દેવામાંથી મુક્તિ મેળવવા શ્વેતાર્ક ગણેશનું પૂજન કરો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • દેવામાંથી મુક્તિ મેળવવા શ્વેતાર્ક ગણેશનું પૂજન કરો

દેવામાંથી મુક્તિ મેળવવા શ્વેતાર્ક ગણેશનું પૂજન કરો

 | 12:30 am IST
  • Share

જેમને ખૂબ જ દેવું થઈ ગયું હોય અને તેમાંથી બહાર નીકળવાના રસ્તા ન મળતા હોય તેમણે દરરોજ ગણેશજીની ર્મૂિતની પૂજા કરવી અને ઁ ગણેશ ઋણં છિન્દી વરેણ્યમ્ હું નમઃ ફ્ટમંત્રની ૧૧ માળા કરવી

સફેદ આકડો મળવો મુશ્કેલ હોય છે, પરંતુ જો આપને મળી જાય તો તે છોડનું પૂજન કરીને લઈ આવવો. તેનાં મૂળમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવી

સામાન્ય રીતે દરેક ઘરમાં લક્ષ્મીજી તેમજ ગણેશજીનું ચિત્ર તથા પ્રતિમા હોય જ છે. જેમની પૂજા લોકો પોતાના ઘરમાં કરે છે. ભગવાન ગણેશને અનેક સ્વરૃપમાં પૂજવામાં આવે છે. તંત્રશાસ્ત્રમાં ચિત્ર અને પ્રતિમાથી અલગ એક ગણેશજીની પ્રતિમાની પૂજાનું વિધાન છે. આ પ્રતિમા પથ્થર કે ધાતુની નથી, પરંતુ ખાસ કરીને જંગલમાં મળતા એક છોડનાં મૂળની હોય છે. તે છોડને સામાન્ય ભાષામાં આકડાના નામથી ઓળખવામાં આવે છે. આકડા બે પ્રકારના હોય છે. જેમાં જે છોડનાં ફૂલ જાંબલી રંગનાં હોય તેનાં મૂળમાંથી આ ગણેશજી પ્રાપ્ત નથી થતા, પરંતુ જે આકડાના છોડમાં સફેદ રંગનાં ફૂલ આવે છે તે સફેદ આકડો ખૂબ જ દુર્લભ હોય છે. તેના મૂળમાં કુદરતી રીતે બનેલા ગણેશજી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર ઉપાયોમાં શ્વેતાર્ક ગણેશનું વિશેષ મહત્ત્વ છે.

ગણપતિ ભગવાન શિવ તથા મા પાર્વતીના પુત્ર છે. બધા જ દેવતાઓમાં તેમને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય હોય તેમાં સર્વપ્રથમ ગણેશ પૂજન કરવામાં આવે છે. તે રિદ્ધિ-સિદ્ધિ આપે છે અને લક્ષ્મીપ્રાપ્તિ હેતુ મહાગણેશજીનું પૂજન કરવામાં આવે છે. સફેદ આકડાના મૂળમાંથી પ્રાપ્ત થતા ગણેશજી તંત્રશાસ્ત્ર મુજબ ખૂબ જ ચમત્કારિક પરિણામ આપવા માટે સક્ષમ છે. તેમના મંત્રો અને પાઠ કરવામાત્રથી સફળતા મળે છે.

સામાન્ય રીતે સફેદ આકડો મળવો મુશ્કેલ છે, પરંતુ જો આપને મળી જાય તો તે છોડનું પૂજન કરીને લઈ આવવો. તેનાં મૂળમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવી. ઘણાં મૂળમાં કુદરતી ગણેશ આકૃતિ હોય છે. તે પણ યોગ્ય ગણાય છે. શુભ મુહૂર્તમાં મંગળવાર અથવા બુધવારે ઘરમાં સ્થાપન કરવું.

વિધિ

પ્રતિમાને શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, સાકર)થી સ્નાન કરાવ્યા પછી લાકડાના બાજોઠ ઉપર લાલ રંગનું કપડું પાથરી તેના ઉપર મૂકી દેવી તથા ચંદન, પુષ્પ, સિંદુર, હળદર, ચોખા, ધૂપ, દીપ વગેરેથી તેની પૂજા કરવી. ગણેશજીને દૂર્વા તથા જાસૂદનું ફૂલ ખૂબ જ પ્રિય હોવાથી તેનાં ચરણોમાં અર્પણ કરવું. આપના જમણા હાથ બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને સુગંધિત અગરબત્તી કરવી. નૈવેદ્યમાં લાડુ અર્પણ કરવા. ત્યારબાદ ગણેશ મંત્રની એક માળાનો જાપ કરવો.

મંત્ર ઃ ગં ગણપતયૈ નમઃ ।

સફેદ આકડાના ગણપતિનું પૂજન કરવાથી થતા ફાયદા

જે ઘરમાં સફેદ આકડાના ગણપતિની નિત્ય પૂજા થાય છે તે ઘરમાં કોઈ પ્રકારનો અભાવ રહેતો નથી.

જે દંપતીને સંતાન થવામાં વિલંબ થાય છે તેમણે શ્વેતાર્ક ગણેશજીની નિત્ય પૂજા કરવી અને ગણેશ અથર્વશીર્ષમના ૧૧ પાઠ દરરોજ કરવા જોઈએ.

શ્વેતાર્ક ગણેશજીની ર્મૂિતને પૂનમના દિવસે અથવા દર મહિનાની ચોથના દિવસે ચંદ્ર દર્શન કરીને ર્મૂિતને તિજોરીમાં રાખવાથી કાયમી લક્ષ્મીપ્રાપ્તિ થાય છે. રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદથી  ઘરમાં બરકત રહે છે.

જે લોકોને ખૂબ જ દેવું થઈ ગયું હોય અને તેમાંથી બહાર નીકળવાના રસ્તા ન મળતા હોય તેમણે દરરોજ ગણેશજીની ર્મૂિતની પૂજા કરવી અને ઁ ગણેશ ઋણં છિન્દી વરેણ્યમ્ હું નમઃ ફ્ટમંત્રની ૧૧ માળા કરવી. માળા કરતી વખતે દક્ષિણ બાજુ મુખ કરીને બેસવું, લાલ આસન રાખવું. ગોળનો નૈવેદ્ય ધરાવવો અને નિત્ય પૂજા કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.

જે લોકોને ફેક્ટરી, દુકાન, શો-રૃમ, મકાન દક્ષિણ દ્વારનું હોય તેમણે શ્વેતાર્ક ગણેશજીને સિંદુર લગાડી મુખ્ય દ્વાર પર લગાડવાથી દક્ષિણ દિશાના દ્વારના દોષમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે મંગળ યંત્રની પૂજા કરવામાં આવે તો દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે.

જે લોકો રિયલ એસ્ટેટ, જમીન, કન્સ્ટ્રક્શનના ધંધામાં છે તેમણે તેમના વેપાર સ્થળ ઉપર શ્વેતાર્ક ગણેશનું સ્થાપન કરવું જોઈએ. સાથે સાથે શ્રીપર્ણી શ્રીયંત્રનું પણ સ્થાપન કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય તે રીતે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

વિદ્યાર્થીઓ માટે ગણેશજીની ઉપાસના ખૂબ જ ચમત્કારિક પરિણામ આપે છે. આપના બાળકના સ્ટડીટેબલ ઉપર શ્વેતાર્ક ગણેશજી રાખવા અને ઁ ગં ઐં નમઃ મંત્ર ૧૦૮ વખત બોલી ભણે તો બધું જ યાદ રહે છે અને પરીક્ષામાં સારા માર્કે પાસ થાય છે. માટે જ દરેક વ્યક્તિએ ગણેશ ઉપાસના કરવી જોઈએ. જેથી જીવનમાં ખૂબ જ સફળતા મળે અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો