દેશમાં લાંચ આપીને કામ કરાવનારાની સંખ્યા વધી! - Sandesh
  • Home
  • India
  • દેશમાં લાંચ આપીને કામ કરાવનારાની સંખ્યા વધી!

દેશમાં લાંચ આપીને કામ કરાવનારાની સંખ્યા વધી!

 | 1:11 am IST

। નવી દિલ્હી ।

દેશમાં લાંચ આપીને કામ કરાવનારાઓની સંખ્યા વધી છે. આ વર્ષે ૫૬ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે પોતાનું કામ કરાવવા માટે લાંચ આપી છે, જ્યારે ગયા વર્ષે એવું ૪૫ ટકા લોકોએ સ્વીકાર્યું હતું. ભ્રષ્ટાચાર અંગે એક ઓનલાઇન સરવેમાં આ તારણ બહાર આવ્યું છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઈન્ડિયા અને લોકલ સર્કલ્સ દ્વારા આયોજિત આ સરવેમાં સામાન્ય લોકોએ ભ્રષ્ટાચારની સ્થિતિ પર મત આપવાનું કહેવાયું હતું. આ સરવે દેશના ૨૧૫ શહેરોમાં રહેતા ૫૦ હજાર લોકોના પ્રતિભાવ પરથી કરાયો હતો, જેમાં ૩૩ ટકા મહિલાઓ હતી. આ સરવેમાં એવું પણ તારણ નીકળ્યું હતું કે લોકોને કાયદાનો પણ ભય નથી.

ભ્રષ્ટાચારની અનામી અરજી ઉપર કાર્યવાહી નહીં થાય

કેન્દ્ર સરકારના તમામ વિભાગોને નિર્દેશ કરાયો છે કે સરકારી કર્મચારીઓની વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારની અનામી કે ખોટા નામે થયેલી ફરિયાદો પર કાર્યવાહી કરવાની જરૂરત નથી. મંત્રાલય તરફથી બહાર પડાયેલી નિર્દેશિકા અનુસાર આ પ્રકારની ફરિયાદોને દાખલ કરવાની આવશ્યકતા નથી. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્ર સરકારના કેટલાક વિભાગોને ઉચ્ચ કક્ષાના અધિકારીઓની વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારની કેટલીક ફરિયાદો મળી છે, એ બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સતર્કતા આયોગને સામાન્ય રીતે એવા સરકારી કર્મચારીની વિરુદ્ધ એવા સમયે ઘણી વખત ફરિયાદ મળે છે, જ્યારે તેમનું પ્રમોશન થવાનું હોય કે બદલી થવાની હોય.