NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • દેશમાં વીજ વિતરણ મૂલ્યાંકનમાં ટોપ ૫ માં ગુજરાતની ૪ વીજ કંપની

દેશમાં વીજ વિતરણ મૂલ્યાંકનમાં ટોપ ૫ માં ગુજરાતની ૪ વીજ કંપની

 | 2:45 am IST

૨૧ રાજ્યોની ૪૧ વીજ કંપનીઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર ૧ ઃ ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલને એ+ ગ્રેડ

ભારત ઊર્જા મંત્રાલયે હાથ ધરેલા પાંચમાં એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ સર્વેક્ષણમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત સર્વોચ્ચ સ્થાને

ભરૃચ, તા.૧૯

ભારત ઉર્જા મંત્રાલયે હાથ ધરેલા પાંચમા એન્યુઅલ ઇન્ટિગ્રેટેડ રેટિંગ સર્વેક્ષણમાં દેશની વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય વીજ કંપનીઓ સતત ત્રીજા વર્ષે ટોપ ૫ માં રહી છે. દેશના ૨૧ રાજ્યોની ૪૧ વીજ વિતરણ કંપનીઓ પૈકી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નંબર ૧ નું સ્થાન હાંસલ કર્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૬ માટે ઉર્જા મંત્રાલય-ભારત સરકાર તરફથી હાથ ધરાયેલ પાંચમાં એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ સર્વેક્ષણના પરિણામો ૫મે ના રોજ જાહેર કરાયા હતા. દેશમાં કાર્યદક્ષ રીતે ઉર્જાનું વિતરણ, ગ્રાહકો પાસેથી ૧૦૦ ટકા બિલની ઉઘરાણી, સર પ્લસ વીજળી, ઓછો વિતરણ અને ટ્રાન્સમિશન લોસ, ઓડિટ, નફો સહિત અસરકારક સેવા તેમજ સુવિધા અંગેના માપદંડો પ્રમાણે રેટિંગ અપાયા હતા.

સર્વેક્ષણમાં ગુજરાતની ચારેય સરકારી વીજ વિતરણ કંપનીઓ દેશમાં દેશમાં ટોપ ૫ માં રહી છે.

દક્ષિણ, મધ્ય, ઉત્તર અને પિૃમ ગુજરાત વીજ કંપનીએ સતત ત્રીજા વર્ષે સર્વોચ્ચ છ+ ગ્રેડ હાંસિલ કરેલ છે. વીજ કંપનીને તેનાં કાર્યવહન અને નાણાંકીય પરિમાણોને સંબંધિત ઉમદા કામગીરી દાખવવા બદલ આ બહુમાન મળેલ છે.

સતત ત્રીજી વખત હાંસિલ થયેલ આ સિદ્ધિ વિશે સંસ્થાનાં વડા-મેનેજિંગ ડિરેક્ટર, આર્દ્રા અગ્રવાલે (આઇએએસ) જણાવ્યું કે, આ સિદ્ધિનો શ્રેય હું કંપનીનાં સર્વે કર્મચારી અને ગ્રાહકોને અર્પુ છું.

ડીજીવીસીએલ માટે અને અમારી માતૃસંસ્થા જીયુવીએનએલ માટે આ બહુમાન ખરેખર ગૌરવની બાબત છે. પરંતુ સાથે સાથે અમારી વિવિધ વીજ સેવાઓને છેક છેવાડાનાં માનવી સુધી હજુ પણ વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત રીતે પહોંચાડવા માટે અમારા અથાગ પ્રયત્નો ચાલુ જ રહેશે.

કેન્દ્રિય ઉર્જા મંત્રાલયના રેટિંગમાં નંબર ૧ પર દક્ષિણ ગુજરાત, બીજા ક્રમે ઉત્તર ગુજરાત, ત્રીજા ક્રમે મધ્ય ગુજરાત વીજ કંપની, ચોથા ક્રમે ઉત્તરાખન્ડ પાવર કોર્પોરેશન લી. અને ૫માં સ્થાને પી.જી.વી.સી.એલ રહી છે.

તળિયે રહેલી ૭ વીજ વિતરણ કંપની

વીજ કંપની    રાજ્ય   રેટિંગ

મધ્યાચલ વિદ્યુત વિતરણ         ઉત્તરપ્રદેશ         સી

પૂર્વાચલ વિદ્યુત વિતરણ ઉત્તરપ્રદેશ         સી

મેઘાલય પાવર લી.      મેઘાલય સી

દક્ષિણાચલ વિદ્યુત વિતરણ   ઉત્તરપ્રદેશ સી

મણિપુર સ્ટેટ પાવર     મણિપુર સી

ઝારખંડ બીજલી        ઝારખંડ સી

ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી         ત્રિપુરા   સી

દેશની ટોપ ૧૦ વીજ કંપનીઓ

કંપની રાજ્ય   ગ્રેડ

ડીજીવીસીએલ           ગુજરાત એ+

યુજીવીસીએલ  ગુજરાત એ+

એમજીવીસીએલ         ગુજરાત એ+

ઉતરાખંડ પાવર કોર્પ.   ઉત્તરાખંડ         એ+

પીજીવીસીએલ ગુજરાત એ+

ચામુંડેશ્વરી ઇલેક્ટ્રિસિટી          કર્ણાટક  એ

બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી    કર્ણાટક  એ

હિમાચલ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી       હિમાચલ          એ

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી        મહારાષ્ટ્ર એ

મેંગ્લોર ઇલેક્ટ્રિસિટી લી.         કર્ણાટક  એ

;