દેશમાં ૧૦૦માંથી ૭ લોકોને લાંબા સમયથી શ્વાસની બીમારી - Sandesh
  • Home
  • Surat
  • દેશમાં ૧૦૦માંથી ૭ લોકોને લાંબા સમયથી શ્વાસની બીમારી

દેશમાં ૧૦૦માંથી ૭ લોકોને લાંબા સમયથી શ્વાસની બીમારી

 | 11:45 pm IST

સુરત, તા. ૨૧  

દેશમાં ૧૦૦માંથી ૭ લોકોને લાંબા સમયથી શ્વાસની તકલીફની બીમારી છે, જેનું મુખ્ય કારણ ધૂમ્રપાન, પ્રદૂષણ, ચૂલો, ઉંમર, નાનપણમાં વારંવાર ઇન્ફેક્શન, કેમિકલ ફેક્ટરીમાં નોકરી સહિતની બાબતો છે. વિશ્વમાં હાર્ટ અને કેન્સર પછી સૌથી વધુ મોત લાંબા સમયથી શ્વાસની તકલીફને લીધે થાય છે. ફક્ત સુરત સિવિલ હોસ્પિટલમાં જ ૧૦૦માંથી ૨૦ દર્દી લાંબા સમયથી શ્વાસની તકલીફના દર્દી આવે છે, એમ સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના પલ્મોનરી મેડિસિન અને મેડિસિન વિભાગ દ્વારા રિસન્ટ અપડેટ ઇન પલ્મોલોજી-૨૦૧૬ના વિષય પર રાજ્ય કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં તબીબોએ કહ્યું હતું.  

  • સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના પલ્મોનરી મેડિસિન અને મેડિસિન વિભાગ દ્વારા યોજાઈ કોન્ફરન્સ
  • ધૂમ્રપાન, પ્રદૂષણ, ચૂલો, ઉંમર, નાનપણમાં વારંવાર ઇન્ફેક્શન, કેમિકલ ફેક્ટીરીમાં નોકરી સહિતના કારણો
  • હાર્ટ અને કેન્સર પછી વિશ્વમાં સૌથી વધુ મોત લાંબા સમયથી શ્વાસની તકલીફને લીધે થાય છે  
  • સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૦૦માંથી ૨૦ દર્દી લાંબા સમયથી શ્વાસની તકલીફના આવે છે

આ કોન્ફરન્સમાં સુરત ગવર્નમેન્ટ કોલેજ, સુરત શહેર અને રાજ્યમાંથી ૧૯૦ જેટલા તબીબોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદથી ડો. ર્પાિથવ મહેતા, મુકેશ પટેલ, ભાવનગરથી ડો. જીજ્ઞાા દવે, સુરતથી ડો. સમીર ગામી, ડો. અલ્પેશ પરમાર, ડો. પારુલ વડગામા અને ડો. પુષ્પેન્દ્ર હીરપરાએ તબીબોને રિસન્ટ અપડેટ ઇન પલ્મોલોજી સંદર્ભે માહિતગાર કર્યા હતા.  

ડો. ર્પાિથવ મહેતા અને ડો. જીજ્ઞાા દવેએ મોડર્ન થેરાપી ઓફ સીઓપીડી (ક્રોનિક ઓબ્સસ્ટ્રેટેટ પલ્મોનરી ડિસીઝ- લાંબા સમયથી શ્વાસની તકલીફ) વિશે માહિતી આપતા દર્દીને પંપ લેવો જરૃરી છે, બ્રિથિંગ એક્સરસાઈઝ, વેક્સિનેશન, તમાકનું સેવન નહીં કરવાના સાથે નવી શોધાયેલી દવા બાબતે જણાવ્યું હતું.  

વિશ્વમાં હાર્ટ અને કેન્સર પછી સૌથી વધુ મોત લાંબા સમયથી શ્વાસની તકલીફને લીધે થાય છે. વર્ષ ૨૦૦૯ના આંકડા મુજબ વિશ્વમાં ૧ લાખે ૪૧ લોકો સીઓપીડીને કારણે મૃત્યુ પામે છે. મહિલાઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે. વિશ્વમાં વર્ષ ૨૦૧૧માં ૧૦ મિલિનિયન લોકોને સીઓપીડી હતી.

સુરત સિવિલ હોસ્પિટલના ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, ફક્ત સુરત સિવિલ હોસ્પિટલમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૦૦માંથી ૨૦ દર્દી લાંબા સમયથી શ્વાસની તકલીફના દર્દી આવે છે. સતત ખાંસી અને શ્વાસ ચઢતો હોય તો પસમરી ફંક્શન ટેસ્ટ કરી શકાય છે. તેમણે ઓબ્સક્ટિલ સ્લિપ એપ્નોઇયા વિશે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતું કે મુંબઈમાં ૮ ટકા દર્દીઓમાં આ બીમારી જોવા મળે છે. જેમાં નસકોરા, દિવસે ઊંઘ આવવી, કોન્સ્ટ્રેશન ન રહેવું, મેમરી લોસ થઈ જવી, વ્હિકલ ચલાવે ત્યારે અકસ્માતનો ખતરો, જાડાપણું, બીપી, હાર્ટએટેેક જોખમ જેવા લક્ષણો હોય છે. આ બીમારીની તપાસ માટે સુરત સિવિલમાં સ્લીપ સ્ટડી ચાલે છે. ખાનગીમાં તેની પાછળ છ હજારનો ખર્ચ થાય છે. જે સિવિલમાં મફતમાં કરવામાં આવી રહી છે. ડો. હીરપરાએ કેન્સરની નવી દવાઓ અને મોલેક્લ્યુલર ટારગેટેટ થેરાપી વિશે ચર્ચા કરી હતી. કોન્ફરન્સમાં એપીજી, એપીએસ અને આઈએમએ સુરતની તબીબોની પણ ઉપસ્થિતિ રહી હતી.