ધનવાડામાં ગળામાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ધનવાડામાં ગળામાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા

ધનવાડામાં ગળામાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા

 | 1:51 am IST
  • Share

બાવળા તાલુકાના ધનવાડા ગામે બે યુવક વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકતા એક યુવકને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ગામ સહિત તાલુકામાં ચકચાર મચી હતી. બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બાવળા પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બાવળા તાલુકાના ધનવાડા ગામે રહેતા નવઘનભાઈ ઝબાભાઈ દેવીપૂજક અને પ્રતાપભાઈ ભીમાભાઈ કો.પ વચ્ચે રસ્તામાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગે મામલો બિચકયો હતો અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લેતા નવઘણભાઈ એ તેમની પાસે રહેલી છરી વડે પ્રતાપભાઈ ઉપર હુમલો કરી તેમને ગળાના ભાગે છરી ના ઘા માર્યા હતા. જેમા પ્રતાપભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. વાયુ વેગે હત્યાના મામલા ની જાણ ફ્ેલાઇ જતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

ગ્રામજનો દ્વારા બાવળા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશ ને બાવળાના સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. જે અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, બાવળા તાલુકામાં છેલ્લા ત્રણ મહિનામાં હત્યાના બનાવોમાં ઔવધારો થયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન