ધન સંબંધી સમસ્યાઓ કરવી છે દૂર ? તો મદદ કરશે ઝાડ-પાનના આ સચોટ ટુચકા - Sandesh
  • Home
  • Astrology
  • ધન સંબંધી સમસ્યાઓ કરવી છે દૂર ? તો મદદ કરશે ઝાડ-પાનના આ સચોટ ટુચકા

ધન સંબંધી સમસ્યાઓ કરવી છે દૂર ? તો મદદ કરશે ઝાડ-પાનના આ સચોટ ટુચકા

 | 12:07 pm IST

ધન-સંપત્તિ દરેક વ્યક્તિની જરૂરીયાત છે. કોઈપણ એવું નહીં હોય જેને ધન મેળવવાની ઈચ્છા ન હોય. દરેક વ્યક્તિ ધન પાછળ ભાગતી હોય છે. દિવસ રાત એક કરીને પણ લોકો મહેનત કરતાં હોય છે સમૃદ્ધ જીવન મેળવવા માટે. પરંતુ આર્થિક સુખ મેળવવામાં કોઈ ન કોઈ સમસ્યા નડતી જ રહે છે. જો તમને પણ આવી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હોય તો અહીં રજૂ કરવામાં આવેલા આ ટુચકા તમને કામ લાગી શકે છે.

કેળ પર ચડાવો જળ
કેળાના ઝાડ એટલે કે કેળને રોજ જળ ચડાવવું જોઈએ. તેમજ ગુરુવારના દિવસે તેની પૂજા કરી કાચું દૂધ ચડાવવું અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને ધનવાન બનવાની પ્રાર્થના કરવી. 
શંખપુષ્પી
શંખપુષ્પીના મૂળને રવિ-પુષ્ય નક્ષત્રમાં ઘરે લાવવી અને તેના ચાંદીની ડબ્બીમાં રાખી અને ઘરની તિજોરીમાં રાખો.
બહેડા
પુષ્ય નક્ષત્રમાં બહેડાના મૂળ તેમજ તેનું એક પત્તું ઘરે લાવવું અને જ્યાં તમે પૈસા રાખતાં હોય ત્યાં રાખવું. ઘરમાંથી ક્યારેય પૈસા ખાલી નહીં થાય.
આંકડો
રવિપુષ્પ નક્ષત્રમાં આંકડાના મૂળનો ટુકડો લઈ જમણા હાથમાં ધારણ કરવો. તેનાથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.
વડ
આષ્લેશા નક્ષત્રમાં વડના ઝાડનું એક પત્તું લાવી તેને અનાજ ભરતાં હોય તે રૂમમાં રાખી દો. ઉપરાંત એક પાન પર હળદરથી સ્વસ્તિક દોરી અને તેને પુષ્ય નક્ષત્રમાં તિજોરીમાં રાખી દેવું.
ધતૂરો
ધતૂરાના ઉપયોગ અનેક તાંત્રિક વિધિઓમાં પણ થાય છે. ધતૂરાના મૂળમાંથી એક ટુકડો લઈ તેને ઘરમાં સ્થાપિત કરવો અને મહાકાળી માતાનું પૂજન કરવું.