ધરમપુર અને ફૂલવાડી મુખ્ય શાળામાં બાળ સંસદ ચૂંટણી સાથે શાળા પંચાયતની રચના - Sandesh
  • Home
  • Newspaper
  • ધરમપુર અને ફૂલવાડી મુખ્ય શાળામાં બાળ સંસદ ચૂંટણી સાથે શાળા પંચાયતની રચના

ધરમપુર અને ફૂલવાડી મુખ્ય શાળામાં બાળ સંસદ ચૂંટણી સાથે શાળા પંચાયતની રચના

 | 4:30 am IST

વિજેતા ઉમેદવારોને મહામંત્રી, ઉપમહામંત્રી, મંત્રી- ઉપમંત્રીનો કાર્યભાર સોંપાયો

વાપી, તા. ૨૦

વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ફૂલવાડી મુખ્ય શાળા ખાતે ગત તા. ૧૬ જૂન, ૨૦૧૭ના રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યંુ હતું. બાળકોને શાળા પંચાયત રચના દ્વારા મતદાન પ્રક્રિયા અને ચૂંટણી અંગેનો ખ્યાલ પરિપક્વ બને અને ભવિષ્યમાં સમાજને સારા નેતા મળી રહે તેમજ લોકશાહીની પ્રક્રિયા વધુ પારદર્શક અને નિષ્પક્ષ બને તેવા હેતુ આ આયોજન હતું. જેમાં ચૂંટણીના જાહેરનામા મુજબ ઉમેદવારો ફોર્મ, ચકાસણી, અંતિમ ઉમેદવારોની જાહેરાત, પ્રચાર-પ્રસારનો સમય અને ચૂંટણીના દિવસે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવામાં આવ્યંુ હતું. જેમાં શાળાના કુલ ૨૫૭ બાળકો અને ૧ શાળા સ્ટાફની મતદાર યાદી અને શાળાના બાળકો અને શિક્ષકોમાંથી ચૂંટણી સ્ટાફ રાખી મતકુટિર અને ૨ મતદાન મથક દ્વારા ગુુપ્ત મતદાન કરી મતપેટીમાં નાંખવા સુધીની પ્રક્રિયા કરવામાં આવી હતી.

અંતે ઉમેદવારોની હાજરીમાં મતગણતરી કરીને વિજેતા ઉમેદવારોમાંથી મહામંત્રી, ઉપ-મહામંત્રી, મંત્રી-ઉપમંત્રીના હોદ્દા અનુસાર એસએમએસી, આચાર્ય અને શિક્ષક મિત્રોની હાજરીમાં શપથ ગ્રહણ યોજીને ટુકડી કાર્યનો કારભાર સોંપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;