ધર્મસ્થાન હટાવવા જતા બઘડાટી લોકોએ અંદર ઘુસી ધૂન બોલાવી - Sandesh
  • Home
  • Bhavnagar
  • ધર્મસ્થાન હટાવવા જતા બઘડાટી લોકોએ અંદર ઘુસી ધૂન બોલાવી

ધર્મસ્થાન હટાવવા જતા બઘડાટી લોકોએ અંદર ઘુસી ધૂન બોલાવી

 | 3:30 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર છેલ્લા ઘણા સમયથી અડચણરૃપ ધર્મસ્થાન દૂર કરવા અહીંના પૂજારીને ચેતવણી આપવામાં આવ્યા બાદ આજે મહાનગર પાલિકાનું એસ્ટેટ વિભાગ દોડી ગયું હતુ, જેસીબીથી ધર્મસ્થાન દૂર કરવાની કાર્યવાહી શરૃ કરતા જ અહીંના સ્થાનિક ૫૦થી૬૦ લોકોના ટોળાએ અંદર ઘુસી જઈને ધૂન શરૃ કરી હતી, ભારે દેકારા સાથે વાતાવરણ તંગ થતા પોલીસે મામલો હાથમાં લઈને છ લોકોને ડીટેઈન કરાયા હ તા.

ઘોઘા રોડ પર રસ્તો પહોળો મહાનગર પાલિકા દ્વારા અડચણરૃપ ધર્મસ્થાનો સહિતના દબાણો દૂર કરવા અગાઉ ચેતવણી આપ્યા બાદ આજે ધર્મસ્થાન દૂર કરવા જેસીબી સાથે દબાણ વિભાગ ગયું હતુ, પરંતુ દબાણ દૂર કરવામાં આવે તે પહેલા જ સ્થાનિકોએ ભારે દેકારો કર્યો હતો.

તુરંત પોલીસે મામલો સંભાળી લીધો હતો, તંત્રએ કાર્યવાહી ચાલુ રાખતા લોકો ધર્મસ્થાનની અંદર ઘુસી ગયા હતા અને ધૂન શરૃ કરી હતી, તેમજ બહાર ટોળા સાથે ગાળાગાળી, અપશબ્દો સાથે દેકારો મચાવ્યો હતો, પોલીસે કેટલાક લોકો સામે અટકાયતી પગલા ભર્યા હતા, દરમિયાનમાં મહાનગર પાલિકાએ દબાણ દૂર કર્યું હતું.

પાંચથી છ વખત તક આપી હતી

ધર્મસ્થાન દૂર કરવા પ્રથમ વખત ગયા ત્યારે તે મંદિર સંભાળતા વ્યક્તિએ એક તક આપવા કહ્યું હતુ, ત્યાર બાદ બે નહીં પાંચથી છ વખત અમે જઈને પરત આવ્યા છતા ર્મૂિત દૂર કરાતી ન હતી, વારંવાર તક આપવા છતા ધર્મસ્થાન ખાલી નહીં કરતા આજે અમે જાતે જ ધર્મ સ્થાનને દૂર કરી નાખ્યુ હતું.”

પરીમલ વિસ્તારમાંથી છથી સાત કેબીનો હટાવાઈ

શહેરના વાઘાવાડી રોડ પર આવેલા પરિમલ ચોકના ખુણા પર આવેલી નાસ્તાની લારી, સોડાની કેબીન સહિત આસપાસમાં ટ્રાફિકને અડચણરૃપ છથી સાત લારી કેબીનો દૂર કરવામાં આવી હતી, મનપા તંત્ર દ્વારા શહેરમાં ધીમી ગતીએ જો આ રીતે દબાણો હટાવવાનું ચાલુ રાખવામાં આવે તો પણ તંત્રની ધાક ઉભી થશે. અને ટ્રાફીકની સમસ્યા હલ થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન