ધાણામાં તેજી-મંદીવાળા વચ્ચે જંગ : ગુવારસીડની તેજી બાદ મંદીવાળા 'ગમ'માં - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ધાણામાં તેજી-મંદીવાળા વચ્ચે જંગ : ગુવારસીડની તેજી બાદ મંદીવાળા ‘ગમ’માં

ધાણામાં તેજી-મંદીવાળા વચ્ચે જંગ : ગુવારસીડની તેજી બાદ મંદીવાળા ‘ગમ’માં

 | 1:15 am IST

સટ્ટા બજારની ગપસપ :  ફરતારામ

* ફરી એક વાર ઊંધા બદલાની ચાલે મોટી ચાલ રમી લીધી. જુલાઈ ધાણા વાયદાના કટના સોદાઓએ ઘણી ગર્ભિત ચેતવણીઓ આપી દીધી. કપાઈ ગયેલા ધાણાના જુલાઈ વાયદામાં છેલ્લે ચાર હજાર ટનથી વધુ ઓળિયું જતા રહી ગયું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી ધાણામાં તેજીનો ખેલો રમીને બજારને હિલોળે લેનાર તેજીવાળા ગ્રૂપ પાસે એક્સ્ચેન્જોમાંથી ભરી ભરીને માલ ઉપાડી લીધો છે. અગાઉ એપ્રિલ-મે વાયદામાં ડિલિવરીઓ પધરાવી દેવાનો કારસો સંપૂર્ણ સફળ નહીં થતાં હવે ઓગસ્ટ મહિનાથી ફરી એક વાર એક્સ્ચેન્જોમાં માલ આવવાનો પ્લાન ઘડાયો હોવાની ચર્ચા છે. વર્તમાન તેજીમાં કોટા સ્થિત કેટલાક અગ્રણી વેપારીઓ સાથે અમુક ફાઈનાન્સરોએ હાથ અજમાવ્યો છે. પાકનો જુલાઈ વાયદામાં ડિલિવરીઓ ઓછી તથા સટ્ટો મોટી ક્વોન્ટિટીમાં ઊભો હોવાથી સ્પોટના ભાવ પર બજારની નજર હતી. મંદીવાળા જૂથે હાજર બજારમાં ઓફ સિઝનમાં ધાણાના ઢેર કરી દીધા બાદ બજારને નીચું લાવવાનો પ્રયાસ કર્યો હતો. ધાણાના ભાવો એવરેજ નીચા હતા, પરંતુ એક્સ્ચેન્જના સ્પોટ ભાવ ઊંચા આવતા ફરી એક વાર સ્પોટ ભાવના પોલિંગની ક્ષતિઓનો લાભ લઈ મોરલો કળા કરી ગયો હતો.. ???!!! આમ, હાલ ફંડામેન્ટલ વેપારીઓ સામે સટોડિયાનો જંગ ધાણામાં વધુ વકરવાની ભીતિ છે. સ્વભાવે જિદ્દી એવું કોટા જૂથ દ્વારા ગયા અઠવાડિયે ૬-૭ હજાર ટન અર્થાત્ પચાસેક કરોડનો માલ એડવાન્સ પેમેન્ટની ધારાએ ઉપાડી લેતાં આ વેળા ડિલિવરીના પ્રેશરના ભયે ડરી નહીં જવાનો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. આમ, આગળ તેજીવાળા તથા મંદીવાળા વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બનવાના ભણકારા જોરશોરથી રાજસ્થાનથી સંભળાઈ રહ્યા છે.. અરેરેરે, રાજસ્થાનની તેજીવાળી લોબીમાં લાંબા વિરામ બાદ પેલા ગંગાનગરવાળા ગોલ્ડનબોયની પણ ધમાકેદાર એન્ટ્રી થવાનું સંભળાય છે.. યાર, બ્રેકિંગ ન્યૂઝ તો લાસ્ટમાં જ અપાય ને…. !!! 

 

* ગુવારસીડ તથા ગમમાં તેજીનો રેલો આગળ વધ્યો છે. જોધપુરની પરંપરાગત પાર્ટીઓ દ્વારા આ વેળા ફરી એક વાર તેજીનો ખેલો ખેલાઈ રહ્યો છે. ગુવારની નવી વાવણી નબળી રહેવાના અનુમાન સાથે તેજીવાળા જોરમાં આવ્યાના સમાચાર છે. તેજી કરવા માટે હંમેશા તેજીનું ભાષણ ઠોકતા ગંગાનગરના પેલા અગ્રણી ઉત્પાદક કમ મિલરના ચાર હાથ અર્થાત્ અસીમ કૃપા હોવાનું ફરતારામને સંભળાય છે. બિકાનેરવાળા જૂના અને જાણીતા ગુડ્ડા-ગુડ્ડીના ખેલ માટે જાણીતા સટોડિયા હજી સંપૂર્ણપણે તેજીના મૂડમાં આવ્યા હોવાનું જણાતું નથી. ગુવારમાં જોતજોતામાં ૩૦થી ૩૫ ટકા તથા ગુવાર-ગમમાં ૪૫થી ૫૦ ટકાનો વધારો થઈ ગયો છે. તેજીવાળાની વાત માની લઈએ તો ગુવાર ગમમાં રૂ. ૧૦ હજારની સપાટી વટાવી લેવાની વાતો થવા માંડી છે. જ્યારે મંદીવાળા દરેક ઉછાળે વેચવાના મૂડમાં છે. રાજસ્થાન બાજુ વરસાદ સારો થતાં ગુવાર જ એક વિકલ્પ હોવાના સ્પષ્ટ મત સાથે મંદીવાળા વધુ એક સોલિડ રિઝન આપે છે કે, ‘સેબીની કરડી નજર હંમેશા આ વિવાદાસ્પદ કોમોડિટી પર મંડાયેલી રહેશે. મતલબ કે વેચો-તાકાત હોય એટલું.. ??!! મંદીવાળાના રીઝનમાં દમ તો ડેફિનેટલી છે, હોં.. !!! 

 

સેબીકોમોડિટી બજારને અંકુશમાં લેવાના ધમપછાડા કરી રહ્યા છે. એરંડામાં સેટલમેન્ટ, ચણાના વાયદા પર પ્રતિબંધ જેવા પગલાં લઈ હીરોબનવાનો પ્રયાસ કરી રહેલી સેબીએ પ્રથમ તો કોમોડિટી વાયદા બજારની મુખ્ય ઊણપો જેવી કે સ્પોટ પોલિંગમાં ધીંગામસ્તી, વેરહાઉસિંગ કંપનીઓના છબરડાં જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. છેલ્લે છેલ્લે સમાચાર આવ્યા કે સરકાર સોના તથા સોયા જેવી કોમોડિટીમાં ઓપ્શનની છૂટ આપશે. હાલ કોમોડિટી વાયદા બજારને ઓપ્શનકરતાં પ્રિકોશન્સની વધુ જરૂર છે, ભાઈ.. મિલ્ક પ્રોડક્ટ જેવી ચીજોના વાયદાની શરૂઆત કરવાની મૂર્ખામીભરી ભલામણો કરી સેબીપોતાની નાકાબેલિયત છતી કરી રહી છે.. જે કરવાનું હોય તેના પર ધ્યાન નહીં આપીને હીરોગીરી કરવાની લાયમાં કોમોડિટી બજારોના ઘાણ ના નીકળી જાય તો સારું.. !!!???   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન