ધાણા વાયદામાં આગેકૂચ રૂ.૮૦૦૦નો ભાવ જોવાશે - Sandesh

ધાણા વાયદામાં આગેકૂચ રૂ.૮૦૦૦નો ભાવ જોવાશે

 | 1:10 am IST

કોમોડિટી  ચાર્ટની નજરે :  અનુજ

એનસીડીઇએક્સ ધાણાના ઓગસ્ટ વાયદામાં નવા  સપ્તાહે સુધારાના સંચારની અપેક્ષા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦  સપ્તાહના ઇએમએની ઉપર છે. નવી લેવાલી નીકળવાથી વાયદામાં  સાર્વત્રિક સુધારો જોવા મળી શકે છે. એમએસીડી ધાણા વાયદામાં  પોઝિટિવ ટ્રેન્ડનું સુચન કરે છે. તો બીજી બાજુ આરએસઆઇ અને  ૫૨.૫૯નું કરન્ટ રિડિંગ ભાવમાં ઘટાડા તરફી ચાલના સંકેત આપે છે.  હવે નવા સપ્તાહે ધાણા વાયદામાં રૂ.૭૫૨૫નું સપોર્ટ લેવલ અને  ત્યારબાદ રૂ.૭૩૨૦નું ફાઇનલ સપોર્ટ લેવલ છે. તો સુધારા તરફી  ચાલમાં ધાણા વાયદો રૂ.૮૦૫૦નું રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો  ભાવમાં રૂ.૮૩૭૦ સુધીનો ઉછાળો આવી શકે છે.

ગત  સપ્તાહે ચાર્ટ ઉપર ધાણા વાયદો રૂ.૮૦૪૯ ખૂલ્યા બાદ રૂ.૮૩૬૬ની ઊંચી  સપાટીએ ક્વોટ થયો હતો. પણ હાઇ લેવલે ભાવ ટકી ન શકતા  ગગડીને રૂ.૭૬૧૦ના તળિયે આવ્યા હતા. અંતે ધાણા વાયદો ૦.૮૩  ટકાની સપ્તાહીક નરમાઇમાં રૂ.૭૬૭૦ના મથાળે બંધ રહ્યો હતો.

ગોલ્ડ ફ્યૂચરમાં મિશ્ર વલણ

એમસીએક્સ ગોલ્ડ ઓગસ્ટ ફ્યૂચરમાં નવા સપ્તાહે મિશ્ર વલણ જોવા મળશે. જેમાં રૂ.૩૦૪૨૦નું સપોર્ટ લેવલ અને ત્યારબાદ રૂ.૨૯૭૫૦નું ફાઇનલ સપોર્ટ ધ્યાનમાં રાખવું. તો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ ફ્યૂચર રૂ.૩૧૫૯૦નું રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો રૂ.૩૨૧૦૦ સુધીની તેજી આવી શકે છે. હાલ ભાવને ૧૦ સપ્તાહના ઇએમએના મજબૂત સપોર્ટની જરૂર છે અને આ સપોર્ટ લેવલ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે. આરએસઆઇના મતે સોનામાં ઘટાડા તરફી ચાલ અને ૬૦.૯૪નુ કરન્ટ રિડિંગ ભાવામાં નબળાઇ વધવાના સંકેત આપે છે.

વિકલી ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર રૂ.૩૦૯૦૧ના મથાળે ખૂલીને સપ્તાહની શરૂઆતમાં જ ઉપરમાં રૂ.૩૧૧૪૦ સુધી ગયો હતો. જોકે ઊંચા મથાળે નફા વસૂલીથી ભાવ ગગડીને રૂ.૩૦૬૯નું તળિયું દેખાડી અંતે ૦.૩૨ ટકાના સાપ્તાહિક ઘટાડે રૂ.૩૦૮૭૭ના મથાળે બંધ રહ્યાં હતા.

વાયદા ચાંદીમાં બે તરફી ચાલ

એમસીએક્સ સિલ્વર સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે બે તરફી ચાલ રહેવાની ધારણા છે. ચાર્ટ ઉપર વાયદા ચાંદી રૂ.૪૭૦૩૬ ખૂલ્યા બાદ સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૪૭૨૬૦ની ટોચે પહોંચ્યો હતો. પણ ઊંચા લેવલે પ્રોફિટ બુકિંગના પ્રેશરમાં સિલ્વર ફ્યૂચર ગગડીને રૂ.૪૫૫૯૮ને તળિયે બોલાયું હતું. અંતે ૨.૦૨ ટકાના સાપ્તાહિક ઘટાડામાં વાયદા ચાંદી રૂ.૪૬૩૨૧ બંધ રહી હતી. હાલ વાયદા ચાંદીના ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. એમએસીડીના મતે પોઝિટિવ ટ્રેન્ડ જ્યારે આરએસઆઇ સાર્વત્રિક નરમાઇમાં ભાવમાં ઘટાડાનું સૂચન કરે છે. ૭૦.૮૦નું કરન્ટ રિડિંગ પણ વાયદા ચાંદીમાં ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગના સંકેત દર્શાવે છે.

નવા સપ્તાહે એમસીએક્સ સિલ્વરમાં રૂ.૪૫૬૦૦નું સપોર્ટ લેવલ છે. જે તૂટે તો રૂ.૪૪૬૦૦ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ તેજીની ચાલમાં વાયદા ચાંદી રૂ.૪૭૨૫૦નું રેઝિસ્ટન્ટ લેવલ કુદાવે તો ભાવમાં રૂ.૪૮૫૦૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખવી.

ક્રૂડ વાયદામાં મંદીની ચાલ

એમસીએક્સ ક્રૂડ ઓઇલ ઓગસ્ટ વાયદામાં આગામી સપ્તાહે ઘટાડા તરફી ચાલ રહેવાની ધારણા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. આરએસઆઇ ક્રૂડ વાયદાના ભાવમાં વધુ ઘટાડો અને ૫૪.૯૨નું કરન્ટ રિડિંગ પણ નેગેટિવ ટ્રેન્ડનુ સુચન કરે છે. શોર્ટ ટર્મ માટે ક્રૂડ વાયદામાં રૂ.૨૮૫૫નું સપોર્ટ લેવલ અને ત્યારબાદ રૂ.૨૬૭૫નું ફાઇનલ સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખવું. તો સામે રૂ.૩૦૬૦નું રેઝિસ્ટન્ટ લેવલ અને રૂ.૩૧૫૫નું ફાઇનલ રેઝિસ્ટન્ટ લેવલ છે.

વિકલી ચાર્ટ ઉપર ક્રૂડ વાયદો રૂ.૩૦૯૯ના મથાળે ખૂલ્યો હતો. સપ્તાહ દરમિયાન વાયદો રૂ.૩૧૧૭ની ટોચથી ઝડપી ઘટાડાની ચાલમાં રૂ.૨૯૫૬ના તળિયે પહોંચ્યો હતો. અંતે ૫.૮૭ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૨૯૬૪ના સ્તરે બંધ રહ્યો હતો.

મેન્થા ઓઇલમાં મજબૂતી વધશે

એમસીએક્સ મેન્થા ઓઇલના જુલાઇ વાયદામાં સુધારાની ચાલ આગળ વધવાની ધારણા છે. શોર્ટ ટર્મ માટે મેન્થા ઓઇલમાં રૂ.૯૪૦નું સપોર્ટ લેવલ અને ત્યારબાદ રૂ.૯૨૪નું મહત્ત્વનું સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવું. તો સુધારા તરફી ચાલમાં મેન્થા વાયદો રૂ.૯૯૦નું રેઝિસ્ટન્ટ લેવલ કુદાવે તો ભાવમાં રૂ.૧૦૧૫ સુધીનો ઉછાળો આવી શકે છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ હોવાથી વાયદામાં સાર્વત્રિક તેજીના સંજોગો સર્જાયા છે. આરએસઆઇ મેન્થા ઓઇલ વાયદામાં સુધારો અને ૬૪નું કરન્ટ રિડિંગ ભાવમાં મજબૂત વધવાના સંકેત આપે છે. તો એમએસીડી પણે ભાવમાં સાર્વત્રિક સુધારા તરફી ચાલ જોવા મળવાનું સૂચન કરે છે.

ગત સપ્તાહે વિકલી ચાર્ટ ઉપર મેન્થા ઓઇલ વાયદો રૂ.૯૨૪.૧ના મથાળે ખૂલીને નીચામાં રૂ.૯૦૨.૬૦ના તળિયે બોલાયો હતો. પણ ત્યારબાદ સમગ્ર સપ્તાહ દરમિયાન ભાવ મજબૂત- ઝડપી ઉછાળામાં રૂ.૯૫૮.૯૦ની ઊંચા સપાટીએ પહોંચ્યા હતા. અંતે ૯.૦૫ ટકાના સાપ્તાહિક સુધારામાં મેન્થા વાયદો રૂ.૯૫૬.૮૦ના મથાળે બંધ રહ્યો હતો.

સોયાબીનમાં મંદીની ચાલ

એનડીસીઇએક્સ સોયાબીન ઓક્ટોબર વાયદામાં ઘટાડાની ચાલ હજી પણ જારી રહેવાની ધારણા છે. ટુંકા ગાળા માટે સોયાબીન વાયદામાં રૂ.૩૫૫૦નું સપોર્ટ લેવલ અને ત્યારબાદ રૂ.૩૪૨૦નું ફાઇનલ સપોર્ટ લેવલ છે. તો સુધારા તરફી ચાલમાં સોયાબીનમાં રૂ.૩૭૬૦નું રેઝિસ્ટન્ટ લેવલ છે. જો વાયદો ભાવ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૩૮૭૦નો ઉછાળો જોવા મળી શકે છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે હોવાથી વાયદામાં સાર્વત્રિક મંદીમય વલણ છે. સોયાબીનમાં વધુ વેચવાલી નીકળવાની ચિંતા છે. આરએસઆઇ ભાવમાં ઘટાડો ્ને ૪૫.૧૫નું કરન્ટ રિડિંગ નેગેટિવ ટ્રેન્ડનું વ્યૂ આપે છે.

પાછલા સપ્તાહે વિકલી ચાર્ટ ઉપર સોયાબીન વાયદો રૂ.૩૫૫૦ ખૂલ્યો હતો જે તેની સપ્તાહ દરમિયાનની નીચી સપાટી બની હતી. કામકાજ દરમિયાન વાયદો ઉપરમાં રૂ.૩૭૬૧ બોલાય અંતે ૨.૧૫ ટકાના ઘટાડામાં રૂ.૩૬૮૯ના મથાળે બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન