ધાનપુરના પાવ ગામે રૂ.૧.૮૦ લાખની મત્તાની લૂંટથી ચકચાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ધાનપુરના પાવ ગામે રૂ.૧.૮૦ લાખની મત્તાની લૂંટથી ચકચાર

ધાનપુરના પાવ ગામે રૂ.૧.૮૦ લાખની મત્તાની લૂંટથી ચકચાર

 | 3:17 am IST

ધાડપાડુઓએ પરિવારજનોને બાનમાં લીધા

ા દાહોદ ા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ એક મકાનને મધ્યરાત્રીના સમયે નિશાન બનાવી મકાનમાં બાકોરૂં પાડી પ્રવેશ કર્યોં હતો અને ઘરધણી સહિત પરિવારજનોને બાનમાં લઈ ધાકધમકીઓ આપી ઘરમાંથી રોકડા રૂ.૧,૫૦ લાખના  સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧,૮૦,૦૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધાનપુર તાલુકાના પાવ ગામે છાપરી ફ્ળિયામાં રહેતાં નુરતનભાઈ વેસ્તાભાઈ મકવાણા તથા તેમના પરિવારજનો ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે રાત્રીના આશરે ૨ વાગ્યાના આસપાસ પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ નુરતનભાઈના મકાનની દિવાલમાં બાકોરૂં પાડી પ્રવેશ કર્યોં હતો અને નુરતનભાઈ તથા તેમના પરિવારજનોને બાનમાં લઈ ધાકધમકીઓ આપી હતી. મકાનમાંથી લુંટારૂઓએ રોકડા રૂ.૧.૫૦ લાખના  ચાંદીના છડા, ચાંદીના સાંકળી, એક મોબાઈલ ફેન વિગેરે મળી કુલ રૂા. ૧.૮૦ લાખની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી ધાડપાડું, લુંટારૂંઓ અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં.  વહેલી સવારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. આ સંબંધે નુરતનભાઈ મકવાણા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;