ધાનપુર તાલુકામાં રોગચાળો પુરજોશમાં છતાં તંત્ર નિંદ્રામાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ધાનપુર તાલુકામાં રોગચાળો પુરજોશમાં છતાં તંત્ર નિંદ્રામાં

ધાનપુર તાલુકામાં રોગચાળો પુરજોશમાં છતાં તંત્ર નિંદ્રામાં

 | 2:30 am IST

ડોક્ટરો અને નર્સ બેઠા બેઠા રીપોર્ટ તૈયાર કરે છે!

ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરવામાં આવે તો  ઘણા કેસો મળી આવે

ા ધાનપુર ા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં રૂતુ જન્ય રોગના કેસો વધી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એક ઘર દીઠ બે થી ત્રણ વ્યકિત ઓ શરદી, ખાંસી, તાવ અને મલેરિયા તેમજ ટાઈફેઈડ  જેવા રોગો જોવા મળી રહ્યાં છે.

તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર જન્ય રોગો અટકાવવા માટે સરકાર દ્વારાદવાનો છંટકાવ સાથે મછર દાની પણ આપવા આવે તે પણ યોજના છે. પરંતુ હજુ એક પણ ગામમાં દવાનો છંટકાવ અને મચ્છરદાની આપવામાં આવી નથી. ત્યારે હાલ ચાલી રહેલા રોગચાળા ને અટકાવવા માટે નર્સ અને ડોક્ટરનો ફ્લ્ડિમા કામ કરવાનુ હોય છે. પરંતુ આ ડોક્ટરો અને નર્સ બેઠા બેઠા રીપોર્ટ તૈયાર કરી દેતા હોય છે.

અને ગામમાં કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી થતી. પિએચસી, સીએચસીના કોઈ અધિકારીઓ ફ્રકતાં નથી. પિએચસી, સીએચસીમા નબળી સારવારના કારણે લોકો પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દર્દીઓની રાહ જોઈને બેઠા હોય પરંતુ નબળી સારવારને કારણે લોકો પ્રાઈવેટ દવાખાનામાં સારવાર અર્થે જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરવામાં આવે તો કેટલાક કેસો મળી આવે તેમ છે. ત્યારે ધાનપુર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવે અને  મછર દાની આપવામાં આવે અને ડોક્ટરો દ્વાર ઘરે ઘરે સર્વે કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;