ધાનપુર તા.ના પાવ ગામે યુવાનની હત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ધાનપુર તા.ના પાવ ગામે યુવાનની હત્યા

ધાનપુર તા.ના પાવ ગામે યુવાનની હત્યા

 | 2:59 am IST

ડી.વાય.એસ.પી. સહિતના પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી

ફાઈનાન્સ કંપનીમાં કર્મચારી પર હુમલો કરતા મોત

। ધાનપુર ।

ધાનપુર તાલુકાના પાવ ગામે ફ્ન્કિેર ફઈનાન્સ કંપનીમાં ફ્રજ બજાવતા એક યુવકને દિન દહાડે આંખના ભાગે કોઈ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી પંથકમાં ખળભળાટ સાથે અનેક ચર્ચાઓએ પણ જોર પકડયું છે. આ સંબંધે પોલીસમાં ફ્રિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લા ના ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામનો રહેવાસી રાજેશ ધનાભાઇ સુવાણ ફ્ીંકેર (ફઇનાન્સ) કંપનીમાં ફ્રજ લીમખેડા ખાતે ફ્રજ બજાવતો હતોઅને ત્યારબાદ ધાનપુર તાલુકામાં આ ફ્કિંર ફઈનાન્સ કંપનીની બ્રાન્ચ ચાલુ થતાં રાજેશ સુવાણ કલેક્શનનું કામ કરતો હતો ત્યારે ગત તા. ૦૭મી ઓગષ્ટના રોજ પણ તે રોજની જેમ ફઈનાન્સ કંપની ના કલેક્શનમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તે ધાનપુર તાલુકાના પાવ ગામે કલેક્શન કરવા માટે ગયો હતો તે વખતે રસ્તામાં કોઈક કારણસર તેને કોઈક અજાણ્યા ઈસમો દ્વારા કોઈ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી દેતા આ હાલતમાં રાજેશ ત્યાંજ ઢળી પડયો હતો.   આ ઘટનાની જાણ પરિવાર તથા આજુબાજુના રહીશોને થતાં તેઓ દ્વારા તેને સારવાર અર્થે ધાનપુર ખસેડયો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે તેને દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાંના હાજર તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં ડી.વાય.એસપી સહિતનો કાફ્લો ઘટનસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;