NIFTY 9,607.50 +32.55  |  SENSEX 31,168.93 +30.72  |  USD 64.4300 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ધોરણ ૧૦ ગણિતની પરીક્ષામાં પાર્ટ વનના દસ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને ગૂંચવ્યાં

ધોરણ ૧૦ ગણિતની પરીક્ષામાં પાર્ટ વનના દસ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને ગૂંચવ્યાં

 | 4:30 am IST

નાના પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પુછાતાં રેન્કર પણ ગૂંચવાયાં  

સુરત, તા. ૨૦

રાજ્ય શિક્ષણ બોર્ડની ધો. ૧૦ ગણિતની આજે લેવાયેલી પરીક્ષામાં પાર્ટ વનના દસ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને ગૂંચવ્યા હતા. ખાસ કરીને શોર્ટ ક્વેૃન ટ્વીસ્ટ કરીને પુછાતાં સામાન્ય વિદ્યાર્થીઓ માટે અડસટ્ટે જવાબ આપવા સિવાય બીજો માર્ગ ન હતો. જ્યારે રેન્કર્સે પણ કયું સૂત્ર ઉપયોગી નીવડશે એની મથામણ કરવી પડી હતી. જ્યારે પાર્ટ ટુ પાઠયપુસ્તક આધારિત હતું અને તેમાં સામાન્ય રીતે ટ્વીસ્ટ કરાયેલા પ્રશ્નો પુછાયા ન હતા.

પાર્ટ વનમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા, પરંતુ સૂત્રો તૈયાર કરનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નડી ન હતી. ખાસ કરીને દસ માર્કના શોર્ટ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા હતા. આમ છતાં પરીક્ષાખંડમાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓએ પેપર સહેલું હોવાનું જણાવ્યું હતું. પરંતુ રેન્કર દ્વારા ટ્વીસ્ટ કરાયેલા પ્રશ્નો સોલ્વ કર્યા બાદ પણ ૯૦થી ૯૫ની વચ્ચે માર્ક્સ આવવાની આશા વ્યકત કરાઈ હતી. જો કે, આજે વિજ્ઞાાન બાદ બીજી મહત્ત્વની પરીક્ષા પણ એકંદરે શાંતિથી પસાર થતાં વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા સાથે જોડાયેલા તંત્રમાં રાહત ફેલાવા પામી હતી. આ સાથે જ હવે અંગ્રેજીની મહત્ત્વની પરીક્ષા બાકી રહે છે. આ સિવાય સમાજ વિજ્ઞાાન અને સંસ્કૃતની પરીક્ષા સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓના એક અભિયાનનો અંત આવશે.

આ સિવાય આજે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં સુરત શહેરમાં ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો ન હતો જ્યારે ધોરણ ૧૦ ગણિતના મહત્ત્વના પ્રશ્નપત્રમાં પણ આજે નોંધાયેલા ૯૧,૭૮૮ પૈકી ૯૦,૬૨૧ હાજર અને ૧૧૬૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. જેમાં સૌથી વધુ બારડોલીમાં ૩૫૦, રાંદેરમાં ૨૨૮, ઉધનામાં ૨૧૧ અને અમરોલી ઝોનમાં ૧૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આ સિવાય આજે લેવાયેલી અર્થશાસ્ત્રની પરીક્ષામાં પણ પેપર એકદમ સરળ રહેતાં કોમર્સના વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત થયા હતાં.