ધોરણ ૧૦ CBSEના બેઝિક ગણિતના વિદ્યાર્થીને GSEB સાયન્સમાં પ્રવેશ મળશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ધોરણ ૧૦ CBSEના બેઝિક ગણિતના વિદ્યાર્થીને GSEB સાયન્સમાં પ્રવેશ મળશે

ધોરણ ૧૦ CBSEના બેઝિક ગણિતના વિદ્યાર્થીને GSEB સાયન્સમાં પ્રવેશ મળશે

 | 2:00 am IST
  • Share

CBSE બોર્ડમાં અભ્યાસ કરતાં ઔધોરણ ૧૦ના જે વિદ્યાર્થીઓએ બેઝિક  ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની  સ્કૂલોમાં સાયન્સમાં પ્રવેશ નહીં આપવાનો ગત ૨ સપ્ટેમ્બરે પરિપત્ર કરવામાં આવ્યો અને સોમવારે બોર્ડે ફેરવી તોળ્યુ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઝ્રમ્જીઈ બોર્ડમાં અભ્યાસ કરતાં ધોરણ.૧૦ના જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને સાયન્સમાં માત્ર મ્ ગ્રુપમાં  પ્રવેશ આપવામાં આવશે.

સીબીએસઈમાં  ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ  એમ બે વિકલ્પ આપવામાં આવે છે. બેઝિક ગણિત રાખનાર  વિદ્યાર્થીને સીબીએસઈ બોર્ડની શાળામાં ધોરણ.૧૧માં ગણિત  વિષય રાખી શકાતો નથી. જેથી ગુજર્ત બોર્ડની શાળામાં  ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ આપી શકાય નહીં તેવો ગત ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પરિપત્ર કરાયો હતો, પરંતુ કોરોનાની  સ્થિતિ જોતા માત્ર ૨૦૨૦ પુરતુ જ આ વિદ્યાર્થીઓને સાયન્સમાં અને  એ પણ માત્ર બી ગ્રુપમાં જ પ્રવેશ અપાશે તેવો ૨૧ ઓગસ્ટ,  ૨૦૨૦ના રોજ પરિપત્ર કર્યો હતો. એક વર્ષ પુરતા જ પ્રવેશ  આપવાની સ્પષ્ટતા કરાઈ હોવા છતાં વર્ષ-૨૦૨૧-૨૨માં બોઝિક ગણિત  વાળા વિદ્યાર્થીઓને સાયન્સમાં પ્રવેશ આપવામાં આવ્યાં હતા.  જેથી ૨ સપ્ટેમ્બરે બોર્ડે પરિપત્ર દ્વારા તમામ ડીઈઓને સુચના આપી  હતી કે, ઝ્રમ્જીઈ ધો.૧૦ના બેઝિક ગણિતના  વિદ્યાર્થીને ય્જીઈમ્ની સ્કૂલોમાં સાયન્સમાં પ્રવેશ આપવો નહી.  આજે ફરી બોર્ડે આ નિર્ણય ફેરવી તોળતા પ્રવેશ આપવા અંગેનો  પરિપત્ર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન