ધોળકામાં ખેડૂતના ૬પ૦૦૦ રૂપિયા ભરેલી થેલીની તફડંચી - Sandesh
  • Home
  • Ahmedabad
  • ધોળકામાં ખેડૂતના ૬પ૦૦૦ રૂપિયા ભરેલી થેલીની તફડંચી

ધોળકામાં ખેડૂતના ૬પ૦૦૦ રૂપિયા ભરેલી થેલીની તફડંચી

 | 3:07 am IST

 ધોળકા, તા. ર૦

ધોળકાની એસ.બી.આઈ. બેન્કમાં પૈસા ભરવા ગયેલ ખેડૂતના ૬પ૦૦૦ રૂપિયા ભરેલી થેલી બે ગઠીયાઓ નઝર ચુકવી ઉઠાવી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સંદર્ભે ખેડૂતે ધોળકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા તાલુકાના વૌઠા ગામના વતની અને હાલ કલિકુંડની શીતલનાથ સોસાયટીમાં રહેતા ઉદેસંગભાઈ રામસંગભાઈ મંડોરા જુની એ.પી.એમ.સી. માર્કેટ ખાતે આવેલ એસ.બી.આઈ. બેન્કમાં રૂપિયા ૬પ૦૦૦ ભરવા માટે લાઈનમાં ઉભા હતા. દરમિયાન બે હિન્દી ભાગી ગઠીયાઓ ઉદેસંગભાઈ પાસે આવી આડી અવળી વાતો કરી સ્લીપમાં હજુ ભરવુ પડશે તેમ કહી પેન આપી ચીવટથી બે ગઠીયાઓએ રૂપિયા ૬પ૦૦૦ ભરેલી થેલી સેરવી લઈ રફુચક્કર થઈ જતા બેન્કમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના સંદર્ભે ધોળકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગોકળગાય પધ્ધતિ અપનાવી તપાસ હાથ ધરી છે.