ધોળા દહાડે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતાં પ્રજાના પૈસાનો ધુમાડો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Morbi
  • ધોળા દહાડે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતાં પ્રજાના પૈસાનો ધુમાડો

ધોળા દહાડે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતાં પ્રજાના પૈસાનો ધુમાડો

 | 1:29 am IST
  • Share

મોરબીમાં જ્યારથી નવી એલઇડી લાઈટો નખાઈ છે, ત્યારથી જ આ લાઈટો ચાલુ બંધ રહેવાના કારણે વિવાદમાં સપડાઈ છે. કોના બાપની દિવાળીની જેમ મોટાભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. આથી વીજ બચતનો તંત્રનો ઉદ્દેશ્ય હાસ્યાસ્પદ ઠર્યો છે. ૨૪ કલાક લાઈટો ચાલુ રહેવાથી લોકો કર ભારણ વધે છે.

મોરબીના જાગૃત નાગરિક પ્રહલાદસિંહ ખોડુંભા ઝાલાએ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે, તંત્ર ઉર્જા બચત માટે રેલી કાઢી ભારે જનજાગૃતિ ચલાવે છે. પણ દીવાની પાછળ અંધારાની જેમ તંત્ર જ ખુદ વીજ બચત કરવાનું ભુલ્યું છે. જેમાં મોરબીમાં ૨૪ કલાક જાહેર સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. મોરબી શહેરમાં ઘણા સમયથી મોટાભાગના વિસ્તારમાં ધોળા દિવસે લાઈટો ચાલુ રહેતી હોવા છતાં તંત્રની આંખે જાણે અંધાપો આવી ગયો હોય એમ દિવસે ચાલુ રહેતી લાઈટો દેખાતી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો