નંદગામ પાસે પ૭૦૦૦નંુ શંકાસ્પદ પામ અને સીપીયુ ઓઈલ ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • નંદગામ પાસે પ૭૦૦૦નંુ શંકાસ્પદ પામ અને સીપીયુ ઓઈલ ઝડપાયું

નંદગામ પાસે પ૭૦૦૦નંુ શંકાસ્પદ પામ અને સીપીયુ ઓઈલ ઝડપાયું

 | 2:00 am IST
  • Share

ભચાઉ તાલુકાના નંદગામથી ગોકુળગામ વચ્ચે હાઈવે પર આવેલી વિરાત્રા હોટલની પાછળ એક ઈસમ પાસે શંકાસ્પદ કે ચોરાઉ મનાતો પામ ઓઈલ તેમજ સીપીયુ હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારીને પ૭ હજારના શંકાસ્પદ જથ્થા સાથે આરોપીને ધરબોચી લીધો હતો.
ગત મંગળવારે ભચાઉ તાલુકાના નંદગામથી ગોકુળગામ વચ્ચે હાઈવે પર આવેલી વિરાત્રા હોટલ પાછળ આરોપી મિતેશ મહાદેવા ચાવડા (આહીર) રહે. યશોદાધામ(નાની ચીરઈ)વાળા પાસે ચોરાઉ કે શંકાસ્પદ પામ ઓઈલ તેમજ સીપીયુ હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ભચાઉ પીઆઈ જી. એલ. ચૌધરી સહિતનો સ્ટાફ વિસ્તારમાં દોડી ગયો હતો અને આરોપી પાસે રહેલા કેરબામાં તપાસ કરતાં ૧૧ કેરબામાંથી રર૦ લિટર પામ ઓઈલ, રૂપિયા ર૬,૪૦૦ તથા ૧૧ કેરબામાંથી ૩૮પ લિટર સીપીયુ, રૂપિયા ૩૦,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી મિતેશ પાસે આ અંગે આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ આરોપી પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. જેથી સીપીયુ અને પામ ઓઈલ ચોરાઉ કે શંકાસ્પદ હોવાનું ગણીને પ૭,ર૦૦ નો જથ્થો હસ્તગત કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર સાથે કુલે રૂપિયા ર,પ૭,ર૦૦ નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો